ચંદ્રકાન્ત મારવાડી: કનકદુર્ગાના ધામમાં

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુર્ગમ જંગલોમાં યાત્રા આનંદથી થઇ, પરંતુ દક્ષિણાપથ પરની યાત્રા માનવ મહેરામણ વચ્ચે પણ વિકટ લાગી. ભોજનમાં રોટલી મળવી બંધ થઇ હતી. ભાત, દાળ અને દહીં આરોગીને પદયાત્રા કરવી મુશ્કેલ હતી. શરીર ઝડપથી વજન ગુમાવવા લાગ્યું. હિન્દી અને અંગ્રેજી એમ બંને ના જાણનારાં સમૂહો વચ્ચેની યાત્રા મુશ્કેલ હતી. કનકદુગૉ ધામ વિજયવાડા પહોંચી પ્રકાશમ બેરેજ નજીકના ઘાટે જ કૃષ્ણાસ્નાન કર્યું. પહાડ પર આવેલા મહિષાસુરમદિરની કે કનકદુગૉ દેવી મંદિરનાં દર્શન કર્યા. આંધ્રમાં ધર્મ તાળાબંધ મંદિરોમાં કેદ હોવાનો અહેસાસ થયો. સાધુની હાજરી જોવા ના મળી. હા, ગાંધીજીની પ્રતિમા ઠેર ઠેર જોવા મળી પણ ગાંધીવિચાર જોવા ના મળ્યો. પ્રતિમાઓ ગાંધીની મુકાય છે અને લેનિનવાદી નકસલીઓનું જોર છે.પોતાની ઓળખ દ્રવિડ તરીકે આપતાં વ્યક્તિએ કહ્યું કે વિસ્તારમાં ભગવા ધારણ કરીને બનાવટી સાધુ ભિક્ષા માગવાનો ધંધો કરતા હોવાથી લોકોને વિશ્વાસ રહ્યો નથી. જોકે વિસ્તારમાં સદ્ભાવનું વાતાવરણ તો હતું જ. શીરડીના સાંઇબાબા, હનુમાનજી, અંજનૈયા માતા, દેવી મંદિરોના સહારે ઊભા થયેલા ધાર્મિક શૂન્યાવકાશને પુરવા મથ્યા કરે છે. જોકે શ્રદ્ધાળુઓ ગણેશચતુર્થી, મકરસંક્રાંતિ પર્વો ધામધૂમથી મનાવે છે.વિજયવાડા પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર પાંચ પર ગુંટુર માર્ગે યાત્રા આગળ ધપાવી હતી. ખેતરો અને બજારો મરચાથી ઊભરાતાં હતાં. એક વિરોધાભાસ આંખે ઊડીને વળગે તેવો હતો. લોકસમૂહમાં હિન્દી - અંગ્રેજી ભાષાની સમજનો પ્રશ્ન હતો પરંતુ મંદિરોમાં શ્લોકો તો ઉત્તરનાં મંદિરો જેવા જ બોલાય છે. મંદિરો ઉત્તર - દક્ષિણ સમરૂપતાનો સૂર છેડતા હતા. લોકસમૂહની ભાષામાં પણ સંસ્કૃત ભાષાની છાંટ હતી જ. હોટલને ભોજનાલયમ, ભોજનને ભોજનમ, ભાતને અન્નમ, ચોખાને બિયમ, પાણીને નીલુ , ઘઉંને ગોદુમ , મંદિરને મંદિરમ, દહીંને પેરૂગુ , છાશને મજીગા તો મહેંદીને ગોરીન્ટાકુ શબ્દથી સંબોધતા હતા અથૉત્ અંગ્રેજી કે હિન્દીથી નહીં પરંતુ સંસ્કૃત ભાષાથી ઉત્તર - દક્ષિણ હજી સંકળાયેલા છે.સમગ્ર ભારત શિવશક્તિના સૂત્રથી બંધાયેલું છે. ચાર ધામ, દ્વાદશ જ્યોતિર્લિંગ, ૫૧ શક્તિપીઠ ભારત અને તેમાં પડેલા આસ્થાતત્વને સુગ્રથિત રાખી રહ્યાં છે. ટૂંકમાં સનાતન ચેતનાતત્વથી જ ઉત્તર અને દક્ષિણ એકસૂત્રે બંધાયેલા છે. નેલ્લોર અને ગુડુરૂ પાર કર્યા બાદ આંધ્રના સીમાડા પૂરા થવામાં હતા. ભાષાકીય સમસ્યાને કારણે સંવાદહીન સ્થિતિમાં માત્ર અંતર કપાતું હતું. શ્રી અરવિંદનું ‘બેઝ ઓફ યોગા’ પુસ્તક સાથે હતું. કશું નવું બન્યું નહોતું, વાતચીતની સંભાવના ઘટી હતી એવા સંજોગોમાં નિરાંત કે વિશ્રામ સમયે તેનાં પાનાં ઉથલાવે જતો હતો.રામપથનાં મંદિરો: રામેશ્વરમ મંદિરનો વહીવટ જેમના હસ્તક હતો તે રામનાથપુરમના કલેક્ટર સીતારામ ગુરુમૂર્તિને પ્રેરણા થતાં તેમણે સંશોધનાત્મક પુસ્તક લખ્યું હતું ‘રામ પથ કે મંદિર’. પુસ્તકમાં રામપથનાં મંદિરોનું વર્ણન છે. પુસ્તકમાં તેઓ કહે છે કે, દિલ્હીથી ૬૪૫ કિ.મી.ના અંતરે આવેલા અયોધ્યામાં ૬૦૦૦ મંદિરો છે. ચિત્રકુટ ખાતે મંદાકિની કિનારે રામ કુટિર બાંધીને રહ્યા હતા. અલ્લાહાબાદથી ૩૫ કિ.મી.ના અંતરે શ્રૃંગવેર ખાતે નિષાદ કબીલાના વડા ગુહા કે નિષાદરાજે (કેવટ) રામને હોડીમાં ગંગા પાર કરાવી હતી. અલ્લાહાબાદ-બનારસ વચ્ચે ગોપીગંજથી ૬૦ કિ.મી.ના અંતરે આવેલી સીતામઢી ખાતે ગંગાતટે વાલ્મીકિ આશ્રમ છે. લવકુશનો જન્મ ત્યાં થયો હતો. ભદ્રાંચલમ મંદિર અથૉત્ અગત્સ્ય આશ્રમમાં રામ બે રાત રોકાયા હતા.નાસિક ખાતે રામ પાંચ વૃક્ષો નીચે કુટિર બાંધીને રહ્યા હતા.( સુર્પણખાનું નાક (નાસિકા) કપાતાં નામ પડ્યું નાસિક). કર્ણાટકમાં બેલ્લારી જિલ્લામાં હમ્પી નજીક કિષ્કિંધા આવેલું છે. બેલ્લારીમાં વાનરસ લોકો રહેતા હતા. કેરળમાં તિરુસુર ખાતે રામલક્ષ્મણ સીતાજીને શોધતા ઉદાસ આવ્યા હતા. તંજાવુર જિલ્લામાં ઉમાલયમ ખાતે જટાયુ મંદિર છે, જ્યાં રામ ઘાયલ જટાયુને મળ્યા હતા. રામનાથપુરમ ખાતે રામે નવગ્રહની પૂજા કરી હતી. સમુદ્રતટે સ્થાપિત મંદિરના દેવ જગન્નાથને અદ્વૈત પેરૂમલ કહેવાય છે (મહાવિષ્ણુ) કે જેમણે સમુદ્રની લહેરોને રોકી હતી.દ્વૈત અને અદ્વૈત મોરચે પણ રામઆપણા દર્શનશાસ્ત્ર દ્વેત અને અદ્વૈતની મીમાંસાથી ઊભરાય છે. દરમિયાન તત્કાલીન ઇરાકના ઉર ગામે જન્મેલા યહુદી ધર્મના સ્થાપક અબ્રાહમે પણ ૩૦૦૦ વર્ષ પહેલાં આ વિષયે દોહન શરૂ કર્યું હતું. પોતાના કબીલા સાથે આજે ઇઝરાયલ તરીકે ઓળખાતા પ્રદેશમાં તેઓ પહોંચ્યા હતા અને એકેશ્વરવાદનો સંદેશો ફેલાવ્યો. તેમના અનુયાયી હિબ્રુ કહેવાયા, પરંતુ વિધિની વક્રતા રહી કે આ પ્રજા છેલ્લાં બે હજાર વર્ષ સુધી પોતાના પ્રદેશમાં ઠરીને ઠામ થઇ શકી નહોતી. વિશ્વભરમાં વેરવિખેર થઇ ગયેલી પ્રજાને બ્રિટને દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે તેમની મૂળભૂમિ પરત સોંપીને ન્યાય તોળ્યો છે. ૨૦૦૦ વર્ષે જાણે કે અહલ્યાનો ઉદ્ધાર થયો છે. આ ઘટનાને કારણે પ્રશ્ન ઊભો રહે છે કે વાત એકેશ્વરવાદની જ હોય તો અબ્રાહમે ૩૦૦૦ વર્ષ પહેલાં તે માર્ગ પ્રસસ્થ કર્યો છે. મૂળ એકેશ્વરવાદી અબ્રાહમના અનુયાયીઓને જ શા માટે તેમની ભૂમિ પર વસવા દેવામાં આવતા નથી? તેમાંય તલવારનો આશરો લઇને જગતભરની અનેક સંસ્કૃતિઓને કુંઢિત અને વેરવિખેર કરવાની શી જરૂર પડી? ઇઝરાયલનું અસ્તિત્વ આ પ્રશ્નોને જીવતા રાખે છે. હા, દ્વેત અને અદ્વેત મોરચે પણ રામ જ લડે છે. ભવિષ્યવેત્તા નોસ્ત્રાદેમસ યહૂદી હતા પરંતુ ફ્રાન્સના સૂર્યવંશી કેપેશિયન કિંગનું આત્મબળ વધારવા આગાહીઓ કરતા હતા. અથૉત્ મૂળ એકેશ્વરવાદીઓ પણ રામ સાથે જ છે. સુમેરુ (સુમેરિયન) સંસ્કૃતિ તેમ જ અબ્રાહમ વિષયક રહસ્યોથી રામવંશીઓ અજાણ હોવાનું માનવાને કોઇ કારણ નથી. આપણે ના ભૂલવું જોઇએ કે આ વિસ્તારમાં રામઅલ્લાહ નગર પણ છે. યેરુશાલેમ નજીક ‘જીવતરામ’ (GGૌત્ૂt ચ્ૂક) ખાતે વિદ્યાસંકુલ તેમજ ‘એ -રામ’ ( અ-અચૂક) ગામ આવેલું હોય , ઇઝરાયેલનો ટેનિસ પ્લેયર એન્ડી રામ વિમ્બલડન જીતતો હોય, એક કર્નલનું નામ રામ-દોર ( દૂકૈગ્ચ્) હોય કે પછી ઇઝરાયલી સુપ્રીમ કોર્ટ ઇમારતના આર્કિટેકટ રામ કર્મી (દૂકચ્કૌ) હોય તો શું સમજવું? (ક્રમશ:)રામ એક ખોજ-૨૪, ચંદ્રકાન્ત મારવાડી