પ્રથમ કચ્છી ફિલ્મ ભુજથી રિલીઝ થઇ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'પનુ જી કમાલ, વહુજી ધમાલ’પ્રથમ કચ્છી ફિલ્મ ભુજથી રિલીઝ થઇ હાસ્યકાર રસિક મહારાજ લિખિત અને શંકર રબારી દિગ્દર્શિ‌ત કોમેડી ફિલ્મનો પ્રિમિયર શો યોજાયો ફિલ્માંકન ક્ષેત્રે બોલીવૂડના અને ગુજરાતી ઢોલીવૂડના નિર્માતાઓની નજર કચ્છ ઉપર પડી છે ત્યારે ફિલ્મી કચકડે કચ્છની પ્રથમ કચ્છી ભાષાની ફિલ્મ કંડારવામાં આવી છે. 'પનુ જી કમાલ, વહુજી ધમાલ’કચ્છી કોમેડીનો પ્રીમિયર આજે ભુજની ર્મોડન ટોકિઝમાં યોજાયો હતો. રિલીઝ થવા પૂર્વે જ અંદાજે ૧પ હજાર ડીવીડીનું બુકિંગ થઇ ગયું છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રના લીધે કચ્છનું લોકેશન શોધવા ડિરેકટર્સ આવતા રહયા છે. તેવામાં મૂળ કચ્છના જ નિર્માતા અને દિગ્દર્શક તથા લેખકે 'પંઢ જી ભાષા’ફ કચ્છીમાં કોમેડી ફિલ્મ બનાવી છે. માંડવી તાલુકાના જાણીતા હાસ્ય કલાકાર રસિક મહારાજ લિખિત અને ભુજના યુવાન શંકર બાબુભાઇ રબારી દિગ્દર્શિ‌ત ફિલ્મ 'પનુ જી કમાલ, બહુ જી ધમાલ’નો પ્રીમિયર દબદબાભેર યોજાયો હતો. પ્રથમ કચ્છી ભાષાની ફિલમને રિલીઝ કરાવતાં પછાત કલ્યાણ વિભાગના મંત્રી વાસણભાઇ આહિ‌રે કલાકારો અને સ્થાનિક દિગ્દર્શક લેખકના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમની સાથે ઓમ સંસ્કારધામ ભુજના મહંત મહેશભાઇ ભટ્ટે આર્શીવચન આપ્યા હતા. તો કચ્છ ભાજપ પ્રમુખ જયંતીભાઇ ભાનુશાલી, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, સર્વ સેવા સંઘના પ્રમુખ તારાચંદ છેડા, ભાજપના રામજી ધેડા, માંડવી નરગપાલિકાના પ્રમુખ ઉર્મિ‌લા પીઠડિયા, ઉપપ્રમુખ આમદ જુણેજા, મા ઉમિયા પધાર્યા આંગણે ગુજરાતી ફિલ્મના ગોવિંદભાઇ ઠક્કર, અખિલ કચ્છ કુંભાર સમાજના દાઉદ બોલિયા, ફિલ્મના મુહૂર્તમાં શુભેચ્છા આપવા જોડાયા હતા. કોમેડી પાત્ર પનુને પરણાવી દીધો એવી રમૂજભરી શૈલીમાં કોમેડી કિંગ જોની લીવર, સુનિલ પાલ, રાજીવ નિગમ, રાજીવ ઠાકુર, જીમી મોજેશ અને દીપક રાજાએ ફિલ્મની શરૂઆતમાં શુભેચ્છા આપી છે. કચ્છી ભાષાના ચલ ચિત્રમાં વલસાડની યુવતીઓને અભિનેત્રી તરીકે લેવાઇ છે, તો ભુજના કેટલાક કલાકારોને પણ સ્થાન મળ્યું છે. દુબઇ, મસ્કત, મુંબઇ સહિ‌તના વિસ્તારોમાં પંદરેક હજાર ડીવીડીનું બુકિંગ થયું હોવાનું દિગ્દર્શક શંકરભાઇએ કહ્યું હતું.