• Gujarati News
  • વધુ રોગચાળાના કિસ્સામાં માંગો ત્યાં મેડિકલ કેમ્પ

વધુ રોગચાળાના કિસ્સામાં માંગો ત્યાં મેડિકલ કેમ્પ

12 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં થયેલા સાર્વત્રિક વરસાદને પગલે કોઇપણ રોગચાળાને ઉગતો જ ડામી દેવા તથા વધુ રોગચાળાના કિસ્સામાં માંગો ત્યાં મેડિકલ સારવાર કેમ્પ યોજવાની ખાતરી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિ દ્વારા અપાઇ હતી.
સમિતિના ચેરમેન જયંતીલાલ ઠક્કરે આરોગ્યની તકેદારી રાખવા હાકલ કરી છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મોડે જણાવ્યું હતું કે, ચોમાસાંમાં કોઇપણ રોગ થતાં પહેલાં જ તેને રોકવા માટે અગમચેતીના પગલાં એ જ સાચો ઉપાય છે. ચોમાસાંમાં પાણીના ભરાવાના લીધે મચ્છરની ઉત્પતિના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોની શકયતા વધી જાય છે, તે માટે ઘરમાં કે આજુબાજુ પાણી જમા ન થવા દેવા,તાત્કાલિક કાઢી દેવા અને બિન ઉપયોગી વસ્તુઓ અને નકામા કચરાને દૂર કરવા જણાવાયું છે. તાવ સાથે ઠંડી લાગવી, ધ્રુજારી આવવી, માંથું દુ:ખવું, શરીર દુ:ખવું, પરસેવો વળવો વગેરે લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી હિતવહ છે. આરોગ્ય સમિતિના ચેરમેને વિલંબ કર્યા વિના નજીકના સરકારી દવાખાના, પ્રા. આરોગ્ય કેન્દ્ર, આરોગ્ય વર્કર પાસે સારવાર માટે તુરત સંપર્ક કરવા સાથે જે વિસ્તારમાં વધુ પ્રમાણમાં રોગચાળો જણાય ત્યાં માંગો ત્યારે મેડિકલ સારવાર કેમ્પ યોજાશે. તે માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનો સંપર્ક સાધવા પણ અપીલ કરી છે.