પાકિસ્તાના ગઝલ ગાયક લિજેન્ડ મહેંદી હસનની ચિર વિદાય

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રખ્યાત ગઝલ ગાયક મહેંદી હસનનું આજે નિધન થયું છે. ટીવી પર આવેલા સમાચારો પ્રમાણે મહેંદી હસન કરાંચીની એક હોસ્પિટલમાં દાખલ હતા. 18 જુલાઇ 1927ના જન્મેલ મહેંદી હસનની તબિયત ઘણાં મહિનાથી ખરાબ હતી. તેમના અંગે પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે કહ્યું હતું, 'મહેંદી સાહેબના અવાજમાં ખુદાનું નુર છલકે છે'. ઝિયો ન્યુઝ પ્રમાણે તેમના છોકરા આરિફે જણાવ્યું કે તેમના પિતા એક પ્રાઇવેટ હોસ્પિટલમાં શ્વાસ લેવાની તકલીફને પગલે તેમનું નિધન થઇ ગયું હતું. હસને પાછલા મહિને જ હોસ્પિટલથી રજા આપવામાં આવી હતી. એક દિવસ બાદ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા પરંતુ તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા ન હતા.