પાકિસ્તાનની એક યુવતિ લગ્ન કરીને બ્રિટન આવી હતી. પરંતુ, અહીં તેની કઠણાઈ શરૂ થઈ હતી. બાપ સમાન સસરો જ તેની પર રેપ કરતો રહ્યો હતો અને કુરાનની સૌગંધ આપીને તેનું મોઢું બંધ કરાવી દેતો હતો. અંગ્રેજી ન જાણતી હોવાના કારણે તેણી સસરા સામે ફરિયાદ પણ કરી શકી ન હતી.
-કુરાનના સમ આપી સસરો કરતો રહ્યો રેપ -તાબે ન થાય તો લાંછન મુકવાનો આરોપ -પુત્રવધુના અંગ્રેજીના અજ્ઞાનનો લીધો લાભ સસરાએ તેની પુત્રવધુનો પાસપોર્ટ અને દાગીના રાખી લીધા હતા. ત્યારબાદ પુત્રવધુને ધમકી આપી હતી કે, જો તેણી શારીરિક સંબંધ નહીં બાંધે તો તેની ઉપર લાંછન લગાડી દેશે અને પુત્રને કહીને છૂટાછેડા લઈ લેશે. સાથે જ કુરાનના સૌગંધ લીધા હતા કે, તેણી આ વાત ગુપ્ત રાખશે. પીડિતાને અંગ્રેજી આવડતું ન હતું. જેથી તેનો સસરો આ સ્થિતિનો લાભ લેતો રહ્યો હતો. લગભગ ત્રણ મહિના સુધી પિતા-તુલ્ય સસરાએ તેની ઉપર બળાત્કાર કર્યો હતો. છેવટે એક દિવસે તેની ધીરજ ખૂટી હતી. તેણીએ ફોન કરીને પોલીસને વાકેફ કરી હતી. ત્યાર સુધીમાં તેણી થોડું ઘણું અંગ્રેજી બોલતા શીખી ગઈ હતી. જ્યારે પોલીસને આ અંગે જાણ થઈ તો સસરાને ધરપકડ થઈ હતી. હાલ તેના સસરાને સાત વર્ષની કેદ થઈ છે. સમગ્ર ઘટનાક્રમ તથા આ અંગેનો અહેવાલ ડેઈલીમેલ નામના અખબાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
તમારો મત સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.
Related Articles:
12 મિનિટના લાંબા રેપ સીનને જોઈ ભડકી અભિનેત્રી, આપી ઘમકી
ઓસ્ટ્રેલિયાની યુવતિ પર ભારતમાં રેપ
મહિલા પર ગેંગ રેપ આચરનાર ત્રણેય શખ્સો ત્રણ દી\' ના રિમાન્ડ પર
DJના શોરના નરાધમોએ કર્યો 5 વર્ષની માસૂમ પર રેપ
સેક્સ માટે જોવી પડશે બે વર્ષની રાહ, નહીંતર મનાશે રેપ