તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગર્ભપાતની આડમાં ગર્ભહત્યા કરતા ડોક્ટરની ધરપકડ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
>ક્લિનિકમાંથી ગર્ભના ટૂકડા ભરેલી થેલીઓ મળી આવી >30 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી હતી >પત્ની અને સાળી પણ ગેરકાયદેસર કાર્યમાં સાથ આપતી હતી અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતા એક ડોક્ટર કિરમિટ ગોસનેલ પર એક મહિલા સહિત સાત બાળકોની હત્યા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સરકારી વકીલ સેથ વિલિયમ્સે બુધવારે અહીં જણાવ્યું હતું કે ડોક્ટર ગોસનેલ છેલ્લા 30 વર્ષથી ગેરકાયદેસર રીતે ગર્ભપાતના ધંધામાં સંડોવાયેલો હતો, તેમજ આવું કરીને તેણે લાખો ડોલરની કમાણી કરી છે. આ કેસમાં ડો ગોસનેલના નવ સહકર્મચારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમણે ગેરકાનૂની કામ કરવામાં ડોક્ટરનો સાથ આપ્યો હતો. રસપ્રદ વાત એ છે કે આ બધા કર્મચારીઓ નિરક્ષણ હતાં તેમજ તે દર્દીઓને બેભાન કરવાનું તેમજ દવા આપવાનું કામ કરતા હતાં. ડોક્ટર ગોસનેલે 30 અઠવાડિયાની ગર્ભાવસ્થા દરમિયાન પણ ગર્ભપાત કરાવ્યો છે. જો કે અમેરિકામાં 24 અઠવાડિયા બાદ ગર્ભપાત કરાવવો ગેરકાયદેસર છે. જો કે મોટા ભાગના ડોક્ટરો 20 અઠવાડિયાના ગર્ભ પછી ગર્ભપાત કરતા ડરતા હોય છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ખૂબ દૂરની જગ્યાએથી મહિલાઓ અહીં આવતી હતી. કારણ કે ગર્ભપાતના કેસમાં તે ખૂબ પ્રસિદ્ધ થઈ ચુક્યો હતો. જો કે તેની પાસે ગર્ભપાત કરવા માટે પુરતું શિક્ષણ પણ ન હતું. અનેક વખત ગર્ભવતી મહિલાઓ વધારે સમયના ગર્ભાવસ્થાના કેસમાં ખોટું બોલીને ગર્ભપાત કરાવી લેતી હતી. જેના કારણે તેના જીવને પણ જોખમ ઉભું થતું હતું. ફરિયાદી પક્ષના જણાવ્યા પ્રમાણે આ ડોક્ટર ગર્ભપાત દરમિયાન નવજાત બાળકના જન્મ થયા બાદ કાતરથી તેનું ગળું કાપી નાખતો હતો. પિશાચી ડોક્ટરના ક્લિનિકમાંથી મૃત ગર્ભના ટૂકડાઓ અને કોથળીઓ મળી આવી હતી. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ડોક્ટરને આવા કાર્યમાં તેની પત્ની અને સાળીએ પણ સાથ આપ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો