એપલે આઇફોન-૫ની ડિલિવરી હવે ઓક્ટોબરમાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એપલના આઇફોન પાંચની પ્રતીક્ષા કેટલાક લોકો માટે હજી લંબાઇ શકે છે.એપલે જણાવ્યું છે કે તે કેટલાક હેન્ડસેટની ડિલિવરી ઓક્ટોબરમાં કરશે. સ્ટર્ન એગ્રી નામની ફર્મના વિશ્લેષક શો વૂના જણાવ્યા મુજબ એપલે આઇફોન ૫ની જાહેરાત પછી આરંભમાં ૨.૬૦ કરોડ ફોનના વેચાણની સંભાવના વ્યક્ત કરી હતી.

પરંતુ વેચાણનો આંક ૨.૭૦ કરોડ સુધી પહોંચી ગયો. એવામાં કંપનીએ કહ્યું છે કે શુક્રવાર સુધીમાં બાકી ફોનની ડિલિવરી તો કરી દેશે પરંતુ બચેલા ૧૦ લાખ આઇફોન ઓક્ટોબર સુધીમાં જ આપી શકશે.

આઇફોન હાલમાં અમેરિકા અને આઠ અન્ય દેશોમાં જ ઉપલબ્ધ છે. હાલમાં ગ્રાહકોને તેનું લોકડ વર્ઝન (સીડીએમએ)જ મળશે.તે માટે તેમને ‘એટી એન્ડ ટી , અને‘ વેરઝિન’ નામની સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ સાથે બે વર્ષનો કરાર કરવો પડશે.