અમેરિકામાં નકલી ઓળખ સાથે રહેતી પટેલ વિદ્યાર્થીનીની ત્રીજીવાર પકડાઇ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીય મૂળની બીરવા પટેલ કોલંબિયા યુનિવર્સિટીમાં નકલી વિદ્યાર્થી તરીકે સતત ત્રીજી વાર ઝડપાઇ છે. 26 વર્ષની બીરવા પટેલ રીહાસેનનાં નામે ભણતી આ છોકરી છેલ્લા નવ મહિનાથી કોલેજમાં આવતી, ક્લાસરૂમમાં ભણતી અને દરેક ફંક્શનમાં ભાગ લેતી હતી. ખોટી ઓળખ સાથે ઝડપાયેલી બીરવા પટેલ પર ક્રિમિનલ અતિક્રમણનો ગુનો નોંધાયો છે. આ અંગે કોલંબિયાના યુનિવર્સિટીનાં તેના સહપાઠીઓએ જણાવ્યું કે, તેણીની ડિસેમ્બર 2011થી કેમ્પસમાં આવતી અને પોતાને એન્જિનિયરીંગ શાખાની વિદ્યાર્થીની ગણાવતી. બીરવા નકલી વિદ્યાર્થીની તરીકે કેમ્પસમાં ખુલ્લેઆમ ફરતી, નવા ફ્રેન્ડ સાથે ફોટો ખેંચાવતી અને યુનિવર્સિટીનાં ડાયનીંગ એરિયામાં જમતી તેમજ કોલેજનાં પ્રોગામમાં નિયમિત વિદ્યાર્થીની તરીકે પોતાનો પરિચય પણ કરાવતી. આ અંગે સ્ટુડન્ટ સ્પોકપર્સન કેથેરીને કલ્ટરે એજન્સીને જણાવ્યું કે, બીરવા આ પહેલા ગત સપ્તાહમાં બે વાર યુનિવર્સિટીમાં ઝડપાઇ હતી અને ગત સોમવારે ત્રીજી વાર નકલી વિદ્યાર્થી તરીકે ઝડપાઇ હતી. બીરવા વિશે વધુ જણાવતાં તેમણે કહ્યું કે તેણીની પાસે જ્યારે પણ કોલેજનું આઇડી મંગાતુ ત્યારે તે જાત-જાતનાં બહાના કાઢતી. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં તેની સંખ્યાબંધ હાજરીને કારણે ઓથોરિટીને તેની નકલી ઓળખ વિશે માલુમ પડ્યું. આ અંગે આ જ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની લુઇસ વિને એજન્સીને જણાવ્યું કે, તેણીની યુનિવર્સિટીનાં પહેલા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ સાથે મિત્રતા કેળવતી અને તેનાં જુઠ્ઠાણાં એટલા વાસ્તવિક લાગતાં કે કોઇને માલુમ જ ના પડ્યું. આ અંગે કોલંબિયા યુનિવર્સિટીનાં સ્પેક્ટેટરે જણાવ્યું કે, તેણીની દરેક સાથે મિત્રતા કેળવવાનો પ્રયાસ કરતી પણ તેનાં ભણતર વિશે પુછતાં તે ગ્લ્લાં- તલ્લાં કરતી.