પતિ કોન્ડોમ વગર જ સેક્સ માણવા માંગે ત્યારે...

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘણી વાર સેક્સ દરમિયાન સુરક્ષાના પ્રશ્નો કંટાળાજનક બની જતા હોય છે. લગ્નજીવનમાં સેક્સની બાબતે પણ આવુ બનતુ હોય છે. સેક્સ ભલે આનંદ માટે માણવામાં આવે પણ તે દરમિયાન સુરક્ષા જાળવવી પણ બહુ જ જરૂરી છે. જાતિય રોગો, અનિઈચ્છિત ગર્ભ વગેરે જેવી સમસ્યાઓથી બચવા માટે ગર્ભનિરોધક વાપરવુ જરૂરી છે. ખાસ કરીને સ્ત્રીઓ આ બાબતે વધુ ચિંતિત હોય છે.

* શું કેસર સેક્સ ડ્રાઈવ વધારે છે?
* પહેલી કિસ યાદ છે કે પહેલુ સેક્સ?33 વર્ષની શ્વેતા 1 વર્ષથી સુજય સાથે સંબંધો ધરાવે છે. તેમની વચ્ચેના સેક્સ સંબંધો પણ ઘણા સુખરૂપ છે પરંતુ ઘણીવાર સુજય ચિઢાઈ જાય છે જ્યારે શ્વેતા કોન્ડોમ વાપરવા માટે કહે છે. શ્વેતા દર વખતે ઈચ્છે છે કે સુજય કોન્ડોમ અથવા ગર્ભનિરોધક વાપરે. તે ડરે છે કે ક્યાંક તે ગર્ભવતી ન બની જાય. એ સિવાય પણ તે વિચારે છે કે સુરક્ષા વગર સેક્સ માણવુ હિતાવહ નથી.પણ જ્યારે સુજયનો મૂડ સારો હોય ત્યારે શ્વેતાની આ જીદ્દ તેનો મૂડ ખરાબ કરી દે છે. આ બાબતે ઘણી વાર એવુ પણ બનતુ હોય છે કે સુજય પથારીમાંથી ઊભો થઈને જતો રહે.સામાન્ય રીતે એવુ જોવા મળતુ હોય છે કે પુરુષો ગર્ભનિરોધક વાપરવા માટે વધુ દરકાર નથી કરતા હોતા કારણ કે તેના કારણે તેમની સેક્સની મજામાં અડચણ આવે છે અને મોટેભાગે નિરોધક અનિચ્છિત ગર્ભ ન રહી જાય તે હેતુથી વાપરવામાં આવતુ હોય છે. માટે મોટાભાગે સ્ત્રીઓ જ આ વાતનો આગ્રહ રાખતી હોય છે.આવા સમયે તમારે એટલે સ્ત્રીએ પતિ અથવા પ્રેમીને તર્ક સાથે કોન્ડોમ અથવા ગર્ભનિરોધક વાપરવા માટે સમજવવો જોઈએ. કારણ કે પુરુષો કોઈ પણ બાબત ત્યા સુધી નથી સમજતા જ્યા સુધી તેમને કોઈ પણ વાતનો સીધો તર્ક અથવા હેતુ ન સમજાય.પુરુષોએ પણ આ વાત સમજવી જોઈએ કે ગર્ભનિરોધક વગર સેક્સ માણવાથી માત્ર ગર્ભ રહી જવાનો ભય દૂર નથી થતો પણ જાતિય રોગોથી પણ બચી શકાય છે. આ સિવાય જો તમે ઈચ્છો તો ડોક્ટરની સલાહ અનુસાર ગર્ભનિરોધક ગોળીઓ લઈ શકો છો.

Related Articles:


સેક્સ દરમિયાન સ્ત્રી શું માંગે છે?
સેક્સ અને સ્વાભિમાનની રેસમાં કોણ આગળ?
પત્ની ઓરલ સેક્સ માટે ના પાડે તો....
સંત આપે છે સેક્સ ઉપદેશ
સેક્સ ટિપ્સ: ઠંડીમાં માણો હોટ સેક્સ!
સેક્સ માટે ના ન પાડી શકતી ટીનએજ યુવતીઓ
સેક્સ લાઈફને સ્પાઈસી બનાવે વિવિધ વિટામિન
સેક્સ દરમિયાન આપો પ્રેમીને પૂરો સાથ