તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટિપ્સ વાંચી લો, શિયાળાની ઠંડીમાં પણ ખીલી ઉઠશે ચહેરો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કુદરતી રીતે મળતાં વિટામિન 'સી' સ્વાસ્થ્ય માટે જેટલું મહત્વનું છે, એટલું જ સુંદરતા માટે પણ મહત્વ ધરાવે છે. તેનો મહત્તમ ઉપયોગ કરીને સુંદરતામાં વધારો કરી શકાય છે.ત્વચાને નિખારવા માટે વિટામિન ‘સી’ ખૂબ ઉપયોગી છે. તે આંતરિક અને બાહ્ય ત્વચાને નિખારે છે.

- ત્વચાને સુંદર બનાવવા અને તેની સુંદરતા જાળવી રાખવા માટે તમે ખૂબ ઉપચાર કરો છો. રોજ કોઇ નવા ફેસપેક કે ક્રીમ વિશેની માહિતી કે તેનો ઉપયોગ કરીને ત્વચાની સંભાળ રાખો છો, પણ શું તમે જાણો છો કે ત્વચાની સ્વસ્થતાને જાળવી રાખવા માટે વિટામિન ‘સી’ સૌથી વધુ ઉપયોગી અને ફાયદાકારક છે.

- રોજ એક ગ્લાસ ઓરેન્જ જ્યુસ પીવો જોઇએ, જે તમારા શરીરમાં વિટામિન ‘સી’ને જાળવી રાખવા માટેનો ઉત્તમ સ્ત્રોત છે. તે ફક્ત શરીર માટે જ નહીં, ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે.

- તમારે વિટામિન ‘સી’ને ખોરાકમાં લેવા ઉપરાંત તમારી ત્વચા માટે વિટામિન ‘સી’યુક્ત પ્રસાધનોનો ઉપયોગ પણ કરવો જોઇએ. તેનો નિયમિત ઉપયોગ કરશો તો તમને ત્વચા પર ફરક જોવા મળશે.

- બજારમાં વિટામિન ‘સી’યુક્ત સ્કિન કેર પ્રોડકટની આખી યાદી જોવા મળે છે. વિટામિન ‘સી’વાળી સ્ક્રબના બારીક દાણા ત્વચાને સ્વચ્છ રાખે છે અને મૃત ત્વચાને દૂર કરે છે. એનો રોજ ઉપયોગ કરવાથી ત્વચાની તાજગીમાં વધારો થાય છે.

- ત્વચાને નવું જીવન આપવા માટે તમે વિટામિન ‘સી’વાળા મોઇશ્વરાઇઝરનો ઉપયોગ કરી શકો છો. એનો સૌમ્ય અને કુદરતી પદાર્થ ત્વચા પર ચોંટેલી ધૂળ અને મેલને શોષી લે છે અને તેમાં આવેલું એપ્રિકોટ ઓઇલ ત્વચાને નરમ અને મુલાયમ બનાવીને તેનું પોષણ કરે છે અને નવું જીવન આપે છે.

- અઠવાડિયામાં એક વખત નોન ડ્રાય ફોર્મ્યૂલાનો ઉપયોગ કરવાથી ત્વચાનો રંગ એકદમ ખીલેલો જોવા મળશે. - ક્લિન્સિંગ મિલ્કથી ત્વચાને બરોબર સાફ કર્યા પછી તેને પોષણ પૂરું પાડવા માટે ત્વચા પર વિટામિન ‘સી’વાળું મોઇશ્વરાઇઝર લગાવો. તેનાથી ત્વચા ભેજવાળી રહેવા સાથે કોમળ પણ બનશે. તેમાં રહેલું યૂવી ફલ્ટિર ત્વચાને સૂર્યના કિરણો સામે રક્ષણ આપે છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા વધુ સુંદર અને કાંતિવાન બને છે.

ત્વચાના સ્વાસ્થ્ય અને સુંદરતાને નિખારવા માટે વિટામિન ‘સી’ અત્યંત જરૂરી છે.
Related Articles:

આ 6 ટિપ્સ ફોલો કરો, બ્રેસ્ટની સુંદરતા જાળવાઈ રહેશે
ઓપરેશન વગર, પથરીને જડમૂળથી મટાડશે આ અસરદાર ટિપ્સ
બિગ બોસના ઘરમાં એન્ટ્રી મારવાની આ રહી ટિપ્સ!
ક્રિસ્પી ઢોસા બનાવવા ટિપ્સ
ડાયાબિટીસના દર્દીઓને તંદુરસ્ત રાખતી આ ટિપ્સ જરૂરથી વાંચો
ગર્લ્સને ઈમ્પ્રેસ કરવાની ડેટિંગ ટિપ્સ જોઈએ છે? પુછો રણવીરને


આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો