સ્માર્ટફોન જે આપોઆપ સાયલન્ટ થઇ જશે

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હવે તમે હોઠ પર આંગળી મૂકીને ચૂપ રહેવા સંકેત આપશો કે તમારો સ્માર્ટફોન સાયલન્ટ મોડ પર પહોંચી જશે. આ તક્નિકનું નામ ટચ છે. તેને ડિઝની રિસર્ચ અને કૈમેગી મેલન યુનિવર્સિ‌ટીના વિજ્ઞાનીઓએ વિકસાવી છે. આ તક્નિક ટચ સ્ક્રીન ટેબલેટ જેવી છે.આ તક્નિક સ્પર્શ કરવાની પદ્ધતિઓને પણ ઓળખે છે.આ તક્નિક પર આધારિત દરવાજાના હેન્ડલ પણ બનાવવામાં આવ્યાં છે. સ્પર્શની પદ્ધતિ પરથી આ હેન્ડલ સમજી જાય છે કે દરવાજો બંધ કરવાનો છે કે ખોલવાનો છે. ટીમના મુખ્ય સંશોધનકર્તા ઇવાન પોપીરેવે જણાવ્યું કે આ પ્રકારના અન્ય ડિવાઇસ પણ તૈયાર થઇ રહ્યાં છે. ટૂંક સમયમાં જ તે બજારમાં આવી જશે.