સસ્તા ટચપેડથી પણ વધુ સારા સ્માર્ટફોન
હાર્વર્ડના વિજ્ઞાનીઓએ સ્માર્ટફોન અને ટચપેડ ટેબલેટને સસ્તા અને હળવા બનાવવાની ટેકનિક શોધી કાઢી છે. અત્યારે સ્માર્ટફોન અને ટેબલેટ ભારે હોય છે, તેથી તેમનો ભાવ પણ વધુ હોય છે. વિજ્ઞાનીઓએ બિયરની બોટલો પર નામ લખવા માટે વાપરવામાં આવતા કાગળનો ઉપયોગ સ્માર્ટફોન માટે કરવાનો દાવો કર્યો છે. આ કાગળ પર તાંબા અને પ્લાસ્ટિકનું કોટિંગ કરવામાં આવે છે. તે સ્માર્ટફોનના ટચસ્ક્રીન જેવું જ કામ કરે છે તેમ વિજ્ઞાનીઓ જણાવ્યું હતું.