પરફેક્ટ લૂક માટે કેટલા પાપડ વણે છે આ સ્ટાર્સ, જુઓ તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંજય દત્ત ૫૩ની ઉંમરે પણ યુવાનનું પાત્ર ભજવે છે. ૪૫ની ઉંમરનો આમિર ખાન ‘થ્રી ઇડિયટ્સ’માં સ્ટુડન્ટ બનેલો દેખાય છે. અમિતાભ બચ્ચન પડદાના પાત્રોને ન્યાય આપતાં આપતાં પ્રૌઢ થયા છે. સલમાન ખાનની ઉંમરનું પૈડું તો જાણે ઊંધું ફરી રહ્યું છે. ‘મૈંને પ્યાર કિયા’થી વધારે હેન્ડસમ અને યંગ એ નવી ફિલ્મોમાં લાગી રહ્યો છે.

કાજોલ ૩૬ની થઈ પણ ‘વી આર ફેમિલી’માં ૨૨-૨૫ વર્ષની લાગે છે. ૪૫ની માધુરી દીક્ષિતે પણ ત્રણ-ચાર વર્ષ પહેલાં ‘આજા નચલે’ના પાત્રને ખૂબ સ્વાભાવિક રીતે નિભાવ્યું. ૪૯ની શ્રીદેવી અને ૩૮ની કરિશ્મા કપૂર હીરોઇનના રોલમાં પાછાં આવી રહ્યાં છે. શું તેમની પાસે કોઈ જાદુઈ ચિરાગ છે? જી ના, ઓપરેશન થિયેટરમાં તેમની જવાની અને સુંદરતાને નિખારવામાં આવે છે. ચીક ઇમ્પ્લાન્ટ, જો સર્જરી, ચિન રિકન્સ્ટ્રક્શન, રિનોપ્લાસ્ટી, લપિ ઓગ્મેટેશન, સ્કિન લાઇટિંગ ટ્રીટમેન્ટ, ડેન્ટલ એન્લાઇન્મેન્ટ વગેરે દ્વારા સ્ટાર્સ પોતાની જવાની અને સુંદરતાને વધારે છે. મુંબઈના પ્લાસ્ટિક સર્જન વિજય શર્મા કહેવા પ્રમાણે, ‘૮૦ ટકા ફિલ્મ સ્ટાર્સે પોતાના લુકસ માટે કોઈ ને કોઈ પ્રકારની કોસ્મેટિક સર્જરી કરાવેલી છે.’

આમ જોવા જઈએ ઇન્ડસ્ટ્રીમાં તો હીરો - હિરોઇન બન્ને ઓપરેશન બ્યૂટી બ્રિગેડમાં સામેલ છે, પરંતુ હીરો અને હિરોઇનોની સર્જરીના પ્રકારમાં થોડું ઘણું અંતર રહેલું છે. આ બાબતે ડૉ. શર્મા જણાવે છે, ‘હીરોની સર્જરીનો એરિયા મસ્તકથી ગરદન સુધીનો હોય છે, તો હિરોઇનોનો મસ્તકથી લઈને કમર સુધીનો. હીરોઝમાં વાળ ખરવાની સમસ્યા મુખ્ય હોય છે. જેમ કે અમિતાભ બચ્ચન, સની દેઓલ, શાહરુખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, અક્ષય ખન્ના આ બધા સ્ટાર્સે હેર ટ્રાન્સપ્લાન્ટેશન કરાવેલું છે. આ ઓપરેશનમાં વાળવાળી ત્વચા કાઢીને માથા પર રોપવામાં આવે છે, જેથી કુદરતી રીતે જ વાળ ન હોય તેવી જગ્યાએ વાળ ઊગવા લાગે છે.

જાણવા મળ્યા મુજબ આનો ખર્ચ મુંબઈ જેવા શહેરમાં પાંચસો રૂપિયા પ્રતિ ગાફ્ટ (એક વાળ)નો છે. કરચલીઓ દૂર કરવા માટે બોટોકસ, ડર્મલ ફિલર્સ, લેસર ટ્રીટમેન્ટ, આરએફ એનર્જી, ડમૉ રોલર, કેમિકલ પીલ્સ વગેરે ઉપાય છે, જેમાં બોટોકસ અને ડર્મલ ફિલર ટ્રીટમેન્ટ વધારે લોકપ્રિય છે. બોટોકસ ટ્રીટમેન્ટમાં પ્યુરિફાઇડ પ્રોટીનનાં ઇન્જેક્શન્સ કરચલીવાળી જગ્યાએ આપવામાં આવે છે. ડમૉ ફિલર્સમાં પોતાની શરીરની ચરબીને જ ચહેરાના કરચલીવાળા ભાગ પર ભરી તેનો ઉભાર લાવવામાં આવે છે. આઈ બેગ રિમૂવલ સર્જરીમાં આંખની નીચે લટકી ગયેલી ત્વચાને દૂર કરવામાં આવે છે. જે સર્જરી બહુ ઓછા સ્ટાર્સ કરાવે છે. આમાં ચીક બોન અને જડબાંને જરૂર પ્રમાણે ઉભારવા અને દબાવવામાં આવે છે.

શાહરુખ ખાન, સલમાન ખાન, શાહિદ કપૂર, શેખર સુમન વગેરેએ પોતાના સિકસ પેકને ચહેરા સાથે મેચ કરવા માટે આ સર્જરી કરાવી છે. કેટલીય હિરોઇનોએ પણ આ સર્જરી કરાવી છે. રિનોપ્લાસ્ટી (નાક) હિરોઇનો કરાવે છે, પણ બે હીરોએ પણ આ સર્જરી કરાવી છે. મેમોપ્લાસ્ટીમાં ઓપરેશન દ્વારા બ્રેસ્ટમાં સિલિકોન બેગ રાખી તેને એક કેમિકલથી ભરી ફુલાવી દેવાય છે. તેથી વક્ષ:સ્થળને ઇચ્છિત આકાર આપી શકાય છે.

જોકે આ ટ્રીટમેન્ટમાં થોડું જોખમ પણ રહેલું છે. ઇન્ડસ્ટ્રીમાં કેટલાકે સર્જરીને કારણે પોતાનું સૌંદર્ય ગુમાવ્યું પણ છે. ઇન્ડસ્ટ્રીના એક મેકઅપ મેને નામ ન આપવાની શરતે કહ્યું છે, ‘કરીના અને પ્રીટિ ઝિંટાએ જો સર્જરી કરાવીને ચહેરો બગાડી નાખ્યો. આયશા ટાકિયાને મેમોપ્લાસ્ટી કરાવીને વક્ષ:સ્થળ એટલાં મોટાં કરાવી દીધાં કે તેની પર્સનાલિટી પર તે ભાર રૂપ લાગે છે.

શાહરુખ મેચો મેન બનવાનાં ચક્કરમાં એઇડ્સનો દર્દી લાગે છે. બોટોકસને ‘ફના’ વખતે આમિરનો ચહેરો ખરાબ કરી નાખેલો. રાખી સાવંતે બધી જ સર્જરી કરાવી નાખી, પણ પર્સનાલિટી પર કોઈ અસર ન થઈ.’ ઓપરેશન બ્યૂટીનું સૌથી મજાનું પાસું એ છે કે સ્ટાર્સ કોઈ પ્રેમપ્રસંગ અથવા જાહેર ન કરેલી આવકની માફક તે છુપાવીને રાખે છે. સુસ્મિતા સેન સિવાય કોઈએ સ્વીકાર્યુ નથી કે ક્યારે અને કઈ ટ્રીટમેન્ટ લીધી. રાઝ ખૂલવાથી સ્ટાર્સ નારાજ થઈ જાય છે, જાણે તેમની જવાનીને ગાળ આપવામાં આવી હોય.
Related Articles:

દર્શકોને ઘાયલ કરશે હસીનાઓ, તસવીરોમાં જુઓ આકર્ષક અદાઓ

Related Articles:


Related Articles:

એશની આ હેર સ્ટાઈલ પર તો લટ્ટુ છે લોકો, જુઓ તસવીરો
‘સોનાક્ષીના માથા પર તો નરગીસ ફખરી જ કિસ કરી શકે!’