તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જો સેક્સ ડ્રાઈવ હોય હાઈ તો બની શકો પરફેક્ટ ગર્લફ્રેન્ડ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુરુષો માને છે કે પરફેક્ટ ગર્લફ્રેન્ડ એટલે કે જેની સેક્સ ડ્રાઈવ સૌથી વધારે હોય, જે પેટ ભરીને જમતી હોય અને બહાર જવા માટે 10 મિનીટમાં તૈયાર થઈ જાય. આ સિવાય પરફેક્ટ ગર્લફ્રેન્ડ કારકીર્દિ પર ધ્યાન આપતી હોય, પોતાના પ્રેમી કે પતિ કરતા વધુ કમાતી હોય છતાં પણ ઘરે રહીને પોતાના બાળકોને મોટા કરતી હોવી જોઈએ. 3000 કુંવારા પુરુષોના કરાયેલા સર્વેમાં આ તદ્દન વિરોધાભાસી મંતવ્યો જાણવા મળ્યા હતા. ઘણા પુરુષોએ તો એમ પણ કહ્યુ કે સ્ત્રીના બોટ્ટમ ઉદ્ધત હોવા જોઈએ જેનાથી ખ્યાલ આવે છે કે તેઓ હજી સિંગલ છે. સર્વે કરાયેલા પુરુષોમાંથી ત્રીજા ભાગના પુરુષો તો કહ્યુ કે પરફેક્ટ ગર્લફ્રેન્ડ પોતાના વજનનુ ધ્યાન રાખે, 89 ટકા પુરુષો તો ઈચ્છે છે કે તેમની ગર્લફ્રેન્ડ કંઈ પણ વિચાર્યા વગર તેમની જેમ ભરપેટ જમી લે. તેમના વાળ પણ લાંબા હોવા જોઈએ, પાતળી હોવી જોઈએ અને મેકઅપ વગર બહાર જવાનો આત્મવિશ્વાસ ધરાવતી હોય. 61 ટકા પુરુષોને સ્ત્રીની બુદ્ધિના આંક સાથે કોઈ લેવાદેવા નથી તેમને માત્ર હસતી અને મજાક કરતી સ્ત્રી જોઈએ છે. જો કે આ વાત થોડી અચરજ પમાડે તેવી છે કે કઈ સ્ત્રી દરરોજ પેટ ભરીને ખાધા પછી પણ પાતળી અને સ્લિમ રહી શકે. પોતાના કરતા વધુ કમાતી સ્ત્રીઓ સાથે પુરુષો ડેટ કરશે કે કેમ તે પણ વિચારવા જેવી વાત છે.