તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસુરક્ષિત સેક્સ માણવામાં આગળ છે યુવતીઓ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિશોરાવસ્થા દરમિયાન સેક્સની આદતો વિશેના અભ્યાસ પરથી જાણવા મળ્યુ છે કે મોટાભાગની યુવતીઓ યુવકોની સરખામણીમાં પહેલી વાર અસુરક્ષિત સેક્સ માણે તેવી શક્યતાઓ વધુ હોય છે. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીની સ્નાતક વિદ્યાર્થી નિકોલ વેલરએ કિશોર યુવક યુવતીઓને પ્રશ્નો પૂછ્યા હતા કે તેઓ સુરક્ષિત સેક્સ વધુ માણે છે કે અસુરક્ષિત સેક્સ? તેઓ જાતિય રોગોનુ જોખમ સમજે છે તેઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરે છે કે નહીં? અભ્યાસ અનુસાર યુવકો યુવતીઓ કરતા વધુ સેક્સ માણે છે અને સામાન્ય રીતે તમે સેક્સ માણતી વખતે જેટલા વધુ યુવાન હશો તેટલુ વધુ જોખમ રહેશે જાતિય રોગ ફેલાવાનું. 1973થી અત્યાર સુધીના નેશનલ સર્વે ઓફ ફેમિલી ગ્રોથની માહિતીના વિશ્લેષણ પરથી જાણવા મળ્યુ કે પહેલુ સેક્સ માણવા માટે આજના યુવાનો પહેલાના યુવાનો કરતા વધુ રાહ જુએ છે પણ જાતિય રોગો થવાની ઉંમર ઘટી રહી છે. 15થી 19 વર્ષના યુવાનોમાં જાતિય રોગો વધુ જોવા મળ્યા હતાં. આ સિવાય વેલર ભવિષ્યમાં આ જ વિષય પર અમુક વધારે પ્રશ્નો સાથે અભ્યાસ કરશે જેમ કે, કિશોર યુવક યુવતીઓ કેવા નિરોધક વાપરે છે, માત્ર ગર્ભનિરોધક કે જાતિય રોગને ટાળવા કે બન્નેને રોકે તેવા. તેઓ ક્યા પ્રકારનુ નિરોધક વાપરે છે તે તેમના સંબંધોના પ્રકાર પર આધારિત છે કે નહીં.

Related Articles:
સેક્સ કરવાનો પણ કંટાળો આવે ખરો?
સેક્સ કરો અથવા 30 મિનીટ ચાલો
પુરુષોને સેક્સ ટિપ્સ આપતી ખાસ વેબસાઈટ
સેક્સ કરવાથી બ્રેકઅપ બચી શકે?
રાત્રે સેક્સ સિવાય કરવા જેવી રોમાંચક પ્રવૃતિઓ
સેક્સ દરમિયાન શું વિચારે છે પુરુષો?
શું કેસર સેક્સ ડ્રાઈવ વધારે છે?
પતિ કોન્ડોમ વગર જ સેક્સ માણવા માંગે ત્યારે...
પહેલી કિસ યાદ છે કે પહેલુ સેક્સ?