લિંગની લંબાઈ કે જાડાઈ સેક્સ લાઈફ માટે કેટલી મહત્વની?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૉ પારસ શાહ આપે છે આપની દરેક સમસ્યાનું સમાધાન

*મારા લગ્નને 10 વર્ષ થયા છે હું બે બાળકોનો પિતા છું પણ છેલ્લા ઘણા સમયથી મારી જોબ અન્ય રાજ્યમાં છે તેથી હું મારી પત્ની સાથે અઠવાડિયામાં એક વખત વીડિયો ચેટ સેક્સ માણું છું તેમાં કંઈ ખોટું તો નથી ને?

તેમાં કંઈ જ ખોટું નથી. જે રીતે આપણે સવારે જમ્યાં હોઈએ તેમ છતાં બપોરે ભૂખ લાગે છે. તે રીતે સેક્સની ઈચ્છા થવી એક નોર્મલ વસ્તુ છે. આપ દૂર રહો છો તેથી આપને અને આપના પત્નિ બન્નેને જાતીય ઈચ્છાઓ થાય તે નોર્મલ વાત છે.

તે સમયે લગ્નેત્તર સંબંધ બાંધો તો તેનાંથી જાતીય બીમારીઓ એચઆઈવી એઈડ્સ જેવી બીમારીઓ અનવોન્ટેડ પ્રેગ્નન્સી જેવી તક્લીફો થઈ શકે છે. તેના કરતાં આપે જે રસ્તો અપનાવ્યો છે તે ઉત્તમ છે. તેનાંથી કોઈ જ શારિરીક કે માનસીક બીમારી રહેતી નથી.

લિંગની લંબાઈ કે જાડાઈ સેક્સ લાઈફ માટે કેટલી મહત્વની?

-મારી ઉમર ૨૪ વરસ છે મારું લિંગ લંબાઈ માં બરાબર છે પણ જાડુ નથી અને હું સેક્સ પણ ૩૦ સેકન્ડ થી વધારે નથી માણી શકતો અને એક વાર સેક્સ કર્યા પછી બીજીવાર લિંગ ઉતેજીત પણ નથી થતું મહેરબાની કરી યોગ્ય સલાહ આપશો..... રમણીક લાલ (અમરેલી)

લિંગની લંબાઈ અને જાડાઈ વચ્ચેની ગેર માન્યતાઓ સમાજનાં દરેક વર્ગના લોકોમાં જોવા મળે છે પછી ભલે તે શિક્ષિત હોય કે અશિક્ષિત હોય. સ્ત્રીનાં યોનીમાર્ગ એવી જગ્યા છે જ્યાં માસિકના સમયે માસિક આવે છે સેક્સ સમયે સંબંધ પણ અહીં બંધાય છે અને બાળકના જન્મ સમયે બાળક પણ અહીંથી જ આવે છે. સ્ત્રીઓનો યોનીમાર્ગ ઈલાસ્ટિક રબરબેન્ડ જેવો હોય છે.

એક આંગળી નાખશો તો તે એટલો પહોળો થશે સંભોગ વખતે તે લિંગ જેટલો પહોળો થશે અને બાળકના જન્મ વખતે તે બાળકના માથા જેટલો પહોળો થશે. આમ સ્ત્રીના જાતીય સંતોષ માટે લિંગની જાડાઈ વધુ મહત્વ ધરાવતી નથી.

તેમ છતાં પણ જો આપને જાડાઈ વધારવી હોય તો એક જ રસ્તો છે અને તે છે ફેટના ઈન્જેક્શન. જે માટે આપને એક દિવસ હોસ્પિટલમાં રોકાવું પડતું હોય છે.

પ્રિમેચ્યોર ઈજેક્યુલેશન કહેવાય છે અને મેડિકલ ભાષામાં તેને અર્લી ઓર્ગેઝનિક રિસ્પોન્સ પણ કહેવામાં આવે છે. આના સરળ ઉપાય છે કે, તમે જાતીય સંબંધ નિયમીત પણે બાંધો, વુમન ઓન ટોપ પોઝિશન અપનાવો તેનાથી ફાયદો થશે. ઘણી વખત નિરોધના ઉપયોગથી પણ સમય લંબાવી શકાતો હોય છે જો આ ત્રણેય રસ્તાઓમાંથી કોઈ ઉપાય કામ ન આવે તો આપે દવા લેવાની જરૂર છે.

જો યોગ્ય નિદાન લઈ દવા લેવામાં આવે તો મોટાભાગના કિસ્સાઓમાં માત્ર 3થી 7 દિવસની અંદર પ્રિમેચ્યોર ઈજેક્યુલેશનની તક્લિફમાં ફરક પડવા લાગે છે. પણ તે માટે જરૂરી છે યોગ્ય નિદાન.

દરેક પુરુષની અંદર રિફ્લેક્ટિવ પિરિયડ આવતો હોય છે આ રિફ્લેક્ટિવ પિરિયડ દરેક પુરુષે પુરુષે, એક જ પુરુષમાં અલગ અલગ સમયે અલગ અલગ હોઈ શકે છે જે સામાન્ય વાત છે. પુરુષની અંદર એક વખત સ્ખલન થયા પછી બીજી વખત ઉત્તેજના આવતા વાર લાગતી હોય છે આ સમયગાળાને રિફ્લેક્ટિવ પિરિયડ કહેવામાં આવે છે. આપ નોર્મલ છો આપને બીજી વખત ઉત્તેજના આવતી નથી તે માટે કોઈ દવા કે સારવાર લેવાની જરૂર નથી.