શું ખરેખરમાં હસ્તમૈથુનથી નબળાઈ આવે?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૉ પારસ શાહ આપે છે આપની દરેક સમસ્યાનું સમાધાન

સમસ્યા:હું એક ૨૧ વર્ષનો યુવાન છું. મને ટી.બી.ની અસર થઇ ગઇ છે. મને ૧૬ વર્ષની ઉંમરથી હસ્તમૈથુનની આદત છે. મિત્રોનું કહેવું છે કે હસ્તમૈથુનથી નબળાઇ આવે છે અને દવાની અસર થતી નથી. શું આ વાત સાચી છે? ડોક્ટરસાહેબ, મને આ પ્રશ્નનો જવાબ તાત્કાલિક મોકલશો.

ઉકેલ:દુનિયાના નવ્વાણું ટકા પુરુષોએ તેમના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો હસ્તમૈથુન કરેલું જ હોય છે. બાકીના એક ટકા લોકો કાં તો જૂઠું બોલે છે અથવા તેમને ખબર જ નથી હોતી કે હસ્તમૈથુન શું છે. હસ્તમૈથુન વખતે ઇન્દ્રિય જે ક્રિયા હાથમાં કરે છે તે જ સંભોગ વખતે યોનિમાર્ગમાં થાય છે. જો સંભોગ ખરાબ ન હોય તો હસ્તમૈથુન પણ ખરાબ નથી જ.

જો તમે પાંચ કિલોમીટર ચાલશો તો પગમાં દુખાવો થશે, થાક લાગશે કારણ કે ત્યાં હાડકું છે, સ્નાયુ છે. ઇન્દ્રિયમાં હાડકું કે સ્નાયુ નથી માટે નબળાઇ આવવાનો સવાલ જ ઊભો થતો નથી. જેમ વધારે બોલવાથી જીભમાં કોઇ કમજોરી આવતી નથી, તે જ રીતે વધુ હસ્તમૈથુન કરવાથી કે સંભોગ કરવાથી ઇન્દ્રિયમાં પણ કોઇ જ નબળાઇ આવતી નથી. યાદ રાખો, વપરાશથી વૃદ્ધિ થાય છે. બિનવપરાશથી શિથિલતા આવે છે. હસ્તમૈથુનથી ટી.બી.ની સારવારમાં કોઇ જ રુકાવટ નહીં આવે.

સમસ્યા મારી ઉંમર 40 વર્ષની છે. મને અર્લી ડિસચાર્જની સમસ્યા છે. મારા એક વખત છુટાછેડા પણ થઈ ચુક્યાં છે. ટુંક સમયમાં મારા બીજા લગ્ન છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા કોઈ ઘરગથ્થુ ઉપાય હોય તે જરૂરથી જણાવશો. મને ગુટખા ખાવાનું પણ સેવન છે.
આપની સમસ્યા ખૂબ જ કોમન છે. 10માંથી 6 પુરુષોને જીવનમાં ક્યારેકને ક્યારેક થઈ જ હોય છે. અર્લી ડિસચાર્જનું મુખ્ય કારણ અનિયમિત જાતિય સંબંધ છે. જો કોઈ વ્યક્તિ આજે સંબંધ બાંધે છે અને બીજી વખત 15 દિવસ પછી સંબંધ બાંધે છે તો તે વ્યક્તિને પણ આ સમસ્યા થઈ શકે છે.
તેથી બે સંબંધ વચ્ચે જેટલો ઓછો સમય રાખશો તેટલી આ સમસ્યામાંથી ઝડપથી મુક્તિ મળશે. જોકે કેટલાંક વ્યક્તિઓમાં નિયમિત સેક્સ માણ્યાં પછી પણ આ સમસ્યા જોવા મળે છે.

આ સમસ્યા ઘણા કારણોથી થતી હોય છે જો આપ તેનું યોગ્ય નિદાન કરી સારવાર કરાવશો તો નવી બજારમાં આવેલી દવાઓથી માત્ર 7થી 10 દિવસમાં જ ફરક પડી શકે છે.

મારી આપને સલાહ છે કે બીજી વખત લગ્ન કરો તે પહેલાં સેક્સોલોજિસ્ટને મળી નિદાન કરાવી યોગ્ય સારવાર કરાવો.