પત્નીને સ્તનમાં કંઈક ઉપસેલું અનુભવાય છે, ડર લાગે છે શુંકરું?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૉ પારસ શાહ આપે છે આપની દરેક સમસ્યાનું સમાધાન

સમસ્યા:મારી પત્નીનાં સ્તનમાં સહેજ ઉપસેલું યા કડક કંઇક હોય એવું મહેસૂસ થાય છે, તો શું કરીએ?

ઉત્તર:તત્કાળ, જરાયે વિલંબ કર્યા વગર આપના ડોક્ટરને બતાવીને નક્કી કરી લો કે એ શું છે. કેમ કે સ્તનમાં જો કોઇ એકાદ અંદરના ભાગે સખત પદાર્થ હોય તો તે સ્તનની ગાંઠ યા બ્રેસ્ટ કેન્સર હોઇ શકે. સ્તનની ગાંઠો અનેક પ્રકારની હોય છે. ફાઇબ્રોએડીનોમા જેવી નિર્દોષ ગાંઠ (કે જે દબાણ આપતાં સરકી જાય છે)થી માંડીને એડિનોકાસિનોમા જેવી કેન્સરસ ટ્યુમર શક્ય છે.
દરેક પ્રકારની ગાંઠના વધવા, ફેલાવાની ગતિ અલગ અલગ હોય છે. લક્ષણોમાં સખતાઇ, બ્લીડિંગ, બ્રેસ્ટમાં ખાડો પડી જવો, બગલમાં ગાંઠ વગેરે અનેક લક્ષણો આવી શકે છે.

આજકાલ સેલ્ફ બ્રેસ્ટ એકઝામિનેશનનું ઘણું મહત્વ છે. દરેક સ્ત્રીએ પિરિયોડિકલી પોતાનાં સ્તનોને તપાસતાં રહેવું જોઇએ. કેમ કે ખૂબ વેળાસર નિદાન થાય તો અસરકારક ઇલાજ શક્ય છે. આપ લક્ષણો સર્જાવાની રાહ ન જુઓ. સ્તનના મેનપિ્યુલેશન વેળા જરાય ફેરફાર લાગે તો નિષ્ણાત તબીબને તરત જ બતાવી લેવું જોઇએ, કેમ કે મેમોગ્રાફીથી માંડી બાયોપ્સી સુધીનાં નિદાનના અનેક રસ્તાઓ મોજૂદ છે.

સમસ્યા: સ્ત્રીને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યા પછી કેટલા દિવસ પછી સંભોગ કરી શકાય. મારી ઉંમર ૩૫ વર્ષની છે.

ઉકેલ:સામાન્ય રીતે સ્ત્રીને માસિક આવ્યાના પહેલાં ચૌદ દિવસમાં આ ઓપરેશન કરવામાં આવે છે, જેથી જયારથી ઓપરેશન થાય ત્યારથી જ મોટા ભાગે બીજા ગર્ભનિરોધક સાધનોનો પ્રયોગ જરૂરી રહેતો નથી. બાકી સ્ત્રીને તકલીફ ના હોય અને તેમની ઇચ્છા હોય, તો ઓપરેશનના બે-ત્રણ દિવસ પછી પણ જાતીય સંબંધ રાખી શકાય છે.