શિશ્નોત્થાન થયા વગર જ ડિસચાર્જ થાય તો તકલીફ થાય?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૉ પારસ શાહ આપે છે આપની દરેક સમસ્યાનું સમાધાન

સમસ્યા: મારી સમસ્યા અજીબ છે. મારા પતિ સાથે મને સારું બને છે. સેક્સલાઇફ પણ સારી છે, પણ ક્યારેક મને અચાનક સેક્સ માટે અણગમો જાગે છે. આવું જોકે મહિને એકાદ વાર જ બને છે. તે વખતે હું સેક્સ માટે તૈયારી ન બતાવું તો મારા હસબન્ડને માઠું લાગી જાય છે. શું મારામાં કંઇક ખામી હશે?

ઉત્તર:જી, ના. આ એક સાહજિક બનાવ છે. સ્ત્રીની સેક્સ વૃત્તિઓ બાહ્ય પરબિળો ઉપર ઘણો આધાર રાખતી હોય છે. મૂડ, વાતાવરણ, તાજેતરનો કોઇ બનાવ, પાર્ટનરની પેશ આવવાની રીતભાત, શારીરિક સ્ફૂર્તિ, કામકાજનો અતિરેક વગેરે ઘણી બાબતો ઉપર સ્ત્રીની કામવૃત્તિઓ આધારિત હોય છે. જો આ બધામાંથી એકાદ બાબત પણ ફેવરેબલ ન હોય તો સ્ત્રીના તત્કાલીન સેક્સ્યુઅલ ઇન્ટરેસ્ટમાં ઘટાડો થઇ શકે છે. જે બહુ ગંભીર બાબત નથી. તમારે આવાં પરબિળો શોધી કાઢવાં જોઇએ. જે તમારી કામેચ્છામાં ક્યારેક ઘટાડો કરે છે.

રહી વાત આપના પતિની. તેઓ જો આપના આ મનોસંચરણો સમજી શકે તો તેમણે માઠું લગાડવાનું કોઇ કારણ નથી. આપના પતિએ એ સમજવાની જરૂર છે કે પુરુષોમાં મહદંશે જાતીય વૃત્તિઓ આપમેળે ઉદ્ભવતી, સેલ્ફ ઓરિજિનેટેડ, સ્વયંસ્ફુરિત હોય છે, પણ સ્ત્રીઓમાં ઘણી વાર તે પ્રેરિત હોઇ શકે છે. આ સમજ તેમને માઠું લાગવામાંથી ઉગારી લેશે. આપ ધારો તો પતિને હસ્તમૈથુન કરાવવામાં સહકાર આપી તેમની વૃત્તિઓનું શમન કરાવી શકો. જો આમ થઇ શકે તો બેમાંથી કોઇને ફરિયાદ નહીં રહે.

આપના પતિ આપની આ મૂંઝવણ પરત્વે વધુ તીવ્ર પ્રતિક્રિયાઓ (રિએકશન) નહીં આપે તે જરૂરી છે. કેમ કે એની માનસિક અસરોથી આપના જાતીય રિસ્પોન્સિસ વધારે ક્ષીણ થઇ જઇ શકે છે. હા, આપની ‘સ્વિચ ઓફ’ની આ ઘટના જો વારંવાર બન્યા કરતી હોય તો તેનું નિવારણ કરવું ઘટે.

સમસ્યા: એક વાર મેં હસ્તમૈથુન દરમિયાન પૂરેપૂરા ઇરેકશન વગર જ ડિસ્ચાર્જ કરી નાખ્યું. હવે મારા પેનિસ ઉપર વેઇનની ચાર બ્રાન્ચીઝ થઇ ગઇ છે. મને ઉત્થાન તો બરાબર આવે છે, પણ અંદર લોહીનો પ્રવાહ ફીલ નથી થતો. હું ખૂબ ડરી ગયો છું અને મને આત્મહત્યા કરી લેવાના વિચારો આવે છે. તાત્કાલિક જવાબ આપશો?

ઉત્તર:મિત્ર! તું ખોટો જ ડરી ગયો છે. વગર ઇરેકશને ડિસ્ચાર્જ કર્યું તો એમાં શું દુનિયા લૂંટાઇ જવાની છે? આવું તો ઘણાને ઘણી વાર બને છે અને તેમાં શું? આમ થવાથી કોઇ કાયમી નપુંસક કે વંધ્ય નથી બની જતું. બીજું, શિશ્ન ઉપર નસો કંઇ આપોઆપ નથી ફૂટી નીકળતી. તારી વેઇન અંગેની ચિંતા સાવ અકારણ, બિનજરૂરી, બિનવૈજ્ઞાનિક અને તદ્દન ખોટું છે, કારણ કે

- પેનિસની ઉપર દેખાતી વેઇનનો ઇરેકશન રચવા કે જાળવવામાં કોઇ વિશેષ ફાળો હોતો નથી.
- વેઇન કંઇ અચાનક બની જતી નથી.
- વેઇનની બે કે બાર બ્રાન્ચ હોય તેને સેક્સના કાર્ય સાથે કંઇ લેવા-દેવા નથી.
- આ સુપરફિશિયલ વેઇન્સનાં કાર્યો અલગ જ હોય છે.
- કોઇ માણસ આવી વેઇન્સ ગણવા બેસતું નથી. તેમણે ગણવાની કોઇ જરૂર પણ નથી.
- સેક્સમાં મહત્વની લોહીની નળીઓ (ધમની, આર્ટરીઝ) તો શિશ્નની અંદર હોય છે, જે દેખાતી નથી.
- ઇરેકશનવાળા હસ્તમૈથુન કે ઇરેકશન વગરના હસ્તમૈથુનથી કોઇ વેઇનને કશો જ સંબંધ નથી.

- કોઇને ક્યારેય આ વેઇન્સમાં લોહીનો પ્રવાહ નોર્મલ સ્થિતિમાં ફીલ થતો જ નથી. ઊલટું એ ફીલ થાય તો એબનોર્મલ ગણાય. તો આપે તત્કાળ ડોક્ટરને બતાવવાની જરૂર છે એવું કહી શકાય. તમારા આપઘાતના વિચારો માટે એમને યા તમારા કોઇ કલોઝ ફ્રેન્ડને જણાવો. તમારી માનસિક સ્થિતિનો ઉકેલ મેળવી શકાશે. ત્યાં સુધી હિંમત ન હારશો. આપ તદ્દન નોર્મલ જ છો એ જ યાદ રાખજો.