પત્નીને નીચેના ભાગમાં અસહ્ય દુખાવો રહે છે, શું કરું

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૉ પારસ શાહ આપે છે આપની દરેક સમસ્યાનું સમાધાન

પ્રશ્ન: મારી પત્ની સાથે હું જ્યારે સંબંધ બાંધું છું, ત્યારે તેને અંદરના ભાગમાં અસહ્ય દુખાવો થાય છે. અમારા લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા છે. શું હજી પણ એને દુખાવો થઇ શકે?

ઉત્તર: તમારા પત્નીની ફરિયાદ દૂર કરવા તમારી સંબંધ બાંધવાની રીતમાં ફેરફાર કરી જુઓ. ઘણી વખત ખોટી પોઝીશન કે સ્ટાઈલમાં સેક્સ માણવામાં આવે ત્યારે પણ મહિલાઓને આવી સમસ્યા રહે છે તો ક્યારેક જો સેક્સ સંબંધ બાંધતા સમયે ફોરપ્લેમાં સમય ન ગાળ્યો હોય તેમજ ઉતાવળે પેનીટ્રેટ કર્યું હોય ત્યારે પણ આવી સમસ્યા સર્જાય છે.

તેથી જ જો ફોરપ્લેમાં વધુ સમય ગાળશો તો આપની આ સમસ્યા દૂર થઈ શકે છે. તેમજ તમે વુમન ઓન ટોપ પોઝિશન તેમજ સ્પૂન પોઝિશન પણ અપનાવી શકો છો.

તેમ છતાં જો દુખાવો બંધ ન થાય તો યોગ્ય ગાયનેકોલોજિસ્ટ કે સેક્સોલોજિસ્ટની સલાહ લો.

પ્રશ્ન: મારી ઉંમર ૪૮ વર્ષની છે. છેલ્લા દોઢ વર્ષથી પ્રોબ્લેમ છે. શિશ્નના ટોચના ભાગ પરની ચામડી સહેજ જાડી થઇ ગઇ છે અને પહેલાંની જેમ સરક્તી નથી. આથી સેક્સ દરમિયાન પીડા થાય છે અને ચીરા પડી જાય છે. મારે શું કરવું જોઇએ?

ઉત્તર:ડાયાબિટીસ માટેનું ચેકિંગ કરાવી લો. જો ડાયાબિટીસ નીકળે તો તેની યોગ્ય સારવાર કરાવો. ડાયાબિટીસ ન હોય તોય આમ થઇ શકે છે. વારંવારના ઇન્ફેકશનમાં પણ આ સ્થિતિ શક્ય છે. જો શિશ્ન ઉપરની અગ્રત્વચા જાડી થઇ ગઇ હોય અને બિલકુલ સરક્તી ન હોય તો કદાચ સુન્નતના ઓપરેશન તરીકે ઓળખાતી ‘સર્કમસીઝન’ નામક શસ્ત્રક્રિયા આપે કરાવવી પડશે. ત્યાં સુધી જેલી, સ્ટરાઇલ લ્યુબ્રિકન્ટ્સ, કોન્ડોમ વગેરેના ઉપયોગથી ચલાવી લો. જો ત્વચા સરકવામાં બહુ તકલીફ પડતી હોય તો સેક્સ દરમિયાન બળપૂર્વક યોનિપ્રવેશ યા મુવમેન્ટ્સ ન કરશો.