બોયફ્રેન્ડના અનેક છોકરીઓ સાથે શારીરિક સંબંધ હતાં શું કરું?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૉ પારસ શાહ આપે છે આપની દરેક સમસ્યાનું સમાધાન

પ્રશ્ન : મારો બોયફ્રેન્ડ મારાથી પાંચ વર્ષ મોટો છે, પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. મને થોડા વખત પહેલાં જ જાણવા મળ્યું કે મારી સાથે સંબંધ બંધાયા પહેલાં એને અનેક છોકરીઓ સાથે સંબંધ હતો. આ જાણ્યા પછી હું ખૂબ જ અપસેટ રહું છું. મારે શું કરવું?

ઉત્તર : તમારા બોયફ્રેન્ડને ભૂતકાળમાં કેટલી યુવતીઓ સાથે અને કેવો સંબંધ રાખતો હતો, તે જાણ્યા પછી તમારે અત્યારે અપસેટ થવાની શી જરૂર છે? અત્યારે તો તમે એના માટે સર્વસ્વ છો, એનું ભવિષ્ય છો. એના ભૂતકાળ વિશે વિચારવાને બદલે તમે બંને અત્યારે કેટલા ખુશ છો એ વિચારીને સાથ નિભાવો.

તમને એ વાતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે તેનું ભૂતકાળ શું હતું જ્યાં સુધી તમે શ્યોર છો કે તમે જ તેનું ભવિષ્ય છો અને હમેશાં રહેવાના.

રહીં વાત સેક્સ સંબંધોની તો હવે તે આપની સાથે વિશ્વાસુ હોય અને જો તમે બન્ને એકમેકથી ખૂશ છો તો આ તેની ભૂતકાળની ભૂલને ભૂલી તેની સાથે ભવિષ્યની ચર્ચા કરો..

પ્રશ્ન: મારી ઉંમર ૨૯ વર્ષ છે અને લગ્નને ત્રણ વર્ષ થયા છે. પરિણીત જીવન દરમિયાન મને માસ્ટરબેશનથી જેટલો સંતોષ મળ્યો છે, એટલો મારા પતિ તરફથી નથી મળ્યો. હું આ વિશે ક્યારેય મારા પતિને કહી શકી નથી. શું આ બાબત સામાન્ય ગણાય? જો ના, તો મારે શું કરવું જોઇએ?

ઉત્તર: તમે તમારા અંગત જીવનથી સંતુષ્ટ ન હોવ, તો તમારા પતિ સાથે આ અંગે મુક્ત મને વાત કરવી જોઇએ. તેમને તમારી સમસ્યા વિશે જણાવો. દાંપત્યજીવનમાં એકબીજાની ઇચ્છા-અનિચ્છા જણાવીને જ અંતરંગ સંબંધોને વધારે મધુર બનાવી શકાય છે. આમ કરવા છતાં જો કંઇ લાભ ન થાય તો સેક્સ કાઉન્સેલરની સલાહ લો જેથી જો કંઇ સમસ્યા હોય તો તેનો ઉકેલ લાવી શકાય. હા, સેક્સ કાઉન્સેલરની સલાહ લેતી વખતે તમારા પતિને પણ સાથે રાખવા.