પતિને સંતોષ મળી જાય છે પણ મને નહીં, શું કરું?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડૉ પારસ શાહ આપે છે આપની દરેક સમસ્યાનું સમાધાન

પ્રશ્ન: મારા લગ્નને બે વર્ષ થયાં છે. અમારે હજી કોઇ સંતાન નથી. જોકે મારી સમસ્યા થોડી જુદી છે. મારા પતિ મહિનામાં એક વાર સંબંધ બાંધે તો પણ એ સંતુષ્ટ થઇ જાય છે, જ્યારે મને એ રીતે સંતોષ થતો નથી. અલબત્ત, એ મને ક્યારેય ના નથી કહેતા, પણ મને કેમ તેમની માફક સંતોષ નથી મળતો?

ઉત્તર: સ્ત્રી અને પુરુષમાં જાતીય ઇચ્છાની તીવ્રતા જુદી જુદી હોય છે. સૌ પહેલાં તો તમારે આ વાત તમારા પતિને કરવી જોઈએ. તેમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પતિ સાથે બેસીને તમારી લાગણી વ્યક્ત કરો જેથી એ સમજીને તમારી ઇચ્છા સમજી જશે અને તે પૂરી કરવાનો પૂરતો પ્રયત્ન કરશે.

તમારા સેક્સ સેશનમાં ફોરપ્લેનો સમય વધારો ફોરપ્લેમાં જેટલો વધુ સમય ગાળશો તેટલો વધુ તમને સંતોષ મળશે.

રહીં વાત મહિનામાં સંબંધ બાંધવાની તે તો દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ હોય છે કોઈને મહિનામાં એક વખત પણ ચાલે જ્યારે કોઈને દરરોજ એક વખત ઓછું પડે છે. તેથી મુખ્ય વાત એ છે કે આપ બન્ને વચ્ચે કેટલી પારદર્શકતા છે અને તમે એક-મેકને સહેલાઈથી તમારી જરૂરીયાતો કહીં શકો છો કે નહીં.

આપ બન્ને પોત પોતાની જરૂરીયાત એક મેકને જણાઓ બસ પછી આપની દરેક સમસ્યા દૂર થઈ જશે.

પ્રશ્ન: મારા લગ્નને બે વર્ષ થયા છે અને મારે એક દીકરો પણ છે. મારી સમસ્યા એ છે કે મને મારી પત્ની સાથે સંબંધ માણવાની ઇચ્છા નથી થતી. એ તો તૈયાર હોય છે, પણ એનું સૂકલકડી શરીર જોઇને મારી ઇચ્છા મરી જાય છે. આથી હું ક્યારેક મારી ભૂતપૂર્વ પ્રેમિકા પાસેથી સંતોષ મેળવવા જાઉં છું. મેં મારી પત્ની સાથે લગ્ન પહેલાં પણ સંબંધ બાંધ્યો હતો. એ સુશિક્ષિત, સારી ગૃહિણી હોવા છતાં મને પસંદ નહોતી છતાં મેં લગ્ન કર્યા. આ કારણસર હું સતત સ્ટ્રેસમાં રહું છું. મારી આ સમસ્યાનો કોઇ હલ ખરો?


ઉત્તર: બધું જાણીજોઇને તમે તમારાં પત્નીને અપનાવ્યા છે, તો તેમના પ્રત્યે વફાદારી દાખવો. એ જેવાં છે, જે છે, તે તમારાં પત્ની છે અને તમને વફાદાર છે. માત્ર શારીરિક સુંદરતા જ સર્વસ્વ નથી, તેમનામાં રહેલાં અન્ય ગુણો પણ જુઓ. તમારી ભૂતપૂર્વ પ્રેમિકા પાસે જવાનું પણ યોગ્ય નથી. જો તમારાં પત્ની આવું વર્તન કરે તો તમને કેવું લાગે? તમારાં પત્નીને સન્માન આપો. ધીરે ધીરે તમારી સમસ્યા આપોઆપ હલ થઇ જશે.