ક્યાંક તમે તમારી જિંદગી માણવાનું તો ભૂલી નથી ગયાને...?

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણસે દોડધામવાળી જિંદગીને પોતપોતાની રીતે ડિઝાઈન કરી છે. પછી તેને પહોંચી વળવા માટેના સરળ માર્ગ પણ શોધી કાઢયા છે. તેણે જીવનની ગતિને વધારે ઝડપી બનાવે અને જરૂરી કામમાં મદદ કરે તેવા સાધનો વસાવી લીધા. જીવનના દરેક પાસાંએ વેગ પકડ્યોછે ત્યારે આપણે શાંતિના માર્ગે પળવાર પૂરતી નિરાંત શોધવા લાગ્યા છીએ. ક્યારેક હરિયાળીમાં, તો ક્યારેક ધ્યાનમાં તો ક્યારેક કોઇ કલ્પનામાં. એકવાર ચક્કી ચાલુ થાય પછી અટકવાનું નામ ક્યાં લે છે? એ અટકે નહીં તો શાંતિ ક્યાંથી મળે? એ ચાલ્યાં જ કરે તો આરામ ક્યાંથી મળે? પળવાર માટે પણ શાંતિ મળે છે ખરી? મળી જાય તો પણ તે શું આપે છે? ઝડપ કે શાંતિ એ તો મનની સ્થિતિ છે. તે સ્થિર છે. સ્થગિત ચહેરા. થોડો વેગ મળતો નથી કે થોડીક શાંતિ મળતી નથી. હંમેશાં દોડનારી વ્યક્તિ દરરોજ કેટલા દ્રશ્યો છોડી જાય છે! તેના ચહેરા પર સ્મિત ફરક્તું નથી. એ સામાન્ય રહે છે અથવા તો અચાનક જોરદાર ખડખડાટ હસવા લાગે છે. જાણે કે માણસની ચાલ સાથે ભાવ સીધો સંબંધ ધરાવતો હોય- દોડો અથવા તો અટકી જાવ. પછી જે દિવસે તે જરાક શાંતિની શોધમાં નીકળે છે ત્યારે કોઇ પણ ર્દશ્ય જોઇને ખુશ થઇને બોલી ઊઠે છે,‘ વાહ! મેં આજે જિંદગી જોઇ!’ જે લોકો અત્યારે પણ આરામપૂર્વક તેમજ ધીરે ધીરે ચાલવામાં રસ ધરાવે છે, હસે છે, ચહેરા સાથે ઓળખાણ રાખે છે તેઓ મન સાથે જોડાયેલા રહે છે. તેમની નજર ઊડતી નથી. તેઓ રોજ જિંદગીને મળે છે. શ્વાસની વચ્ચે જાણે સેતુ રચાયેલો છે. સમય ક્ષણ-પ્રતિક્ષણ પસાર થતો રહે છે. આવી જ જીવનની ગતિ છે. ઝાટકા સાથે ચાલતી-અટકતી નથી, હવાની જેમ નિરંતર વહે છે.