બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણને નવા નુસખા કરવાનું વઘારે પસંદ છે. જે હમેંશા નવું-નવું એક્સપેરિમેંટસ કરતી હોય છે. કામથી થતા તણાવને દુર કરવા અને મૂડ ફ્રેશ કરવા તે કોઈ તરકીબ શોધી લે છે. ફિલ્મ કોકટેલનાં સેટ પર પણ કઈક આવું બન્યું હતું.
સુત્રોનાં જણાવ્યાં પ્રમાણે 'કેપટાઉનમાં ફિલ્મ 'કોકટેલ'નું શૂટિંગ ચાલુ હતું. એક દિવસ પેકઅપ કર્યા બાદ દીપિકાએ એક પાર્ટીમાં આખી રાત મજા કરી. જ્યારે બીજા દિવસે સવારે દીપિકા અને ડાયરેક્ટર હોમી અદજાનિયાએ ઉંચાઈ પર થી સમુદ્રમાં છલાંગ લગાવી હતી. જ્યારે દીપિકાના આ કરતબને જોઈ બધા હેરતમાં પડી ગયા હતા. દીપિકા પહેલા સ્કાય ડાઈવિંગ પણ કરી ચુકી છે'
- જ્યારે દીપિકાના આ કરતબને જોઈ બધા હેરતમાં પડી ગયા હતા. -'ડાઈવિંગ કરતા સમયે એકવાર અમે વ્હાઈટ શાર્કના ટોળામાં આવી ગયા હતા
ડાયરેક્ટર હોમીનાં જણાવ્યાં પ્રમાણે 'ડાઈવિંગ કરતા સમયે એકવાર અમે વ્હાઈટ શાર્કના ટોળામાં આવી ગયા હતા. તો પણ દીપિકા પાણીમાં બિમન્દાસ તરતી હતી. તેણે ડાઈવિંગ બંધ કર્યું ન હતું. જ્યારે દીપિકા હાલમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'યે જવાની હૈ દીવાની'નું શૂટિંગ પણ કરી રહી છે તો પણ તે પોતાના અંગત જીવન મા કેટલાક ફન માટે સમય કાઠે છે.
કેરટાઉનમાં મચાવી ધૂમ
'કોકટેલ'નાં આ ગીત' તુમ્હી હો બંધુ'નાં શૂટિંગ દરમ્યાન દીપિકા અને સૈફ એ ઘણી મજા કરી હતી. આ ગીત માટે એક પાર્ટીનો માહોલ ઉભો કરવા પ્રોડક્શન ટીમે સ્થાઈ લોકોને બોલાવી આ માહોલ ઉભો કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રોડયૂસર એ કેપટાઉનનાં બેસ્ટ ડીજેની ગોઠવણ પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.