તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મળશે શીઘ્ર સ્લખનથી છૂટકારો!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બદલાતી જીવનશૈલીને કારણે શીઘ્ર સ્લખનની બીમારી પુરુષોમાં સામાન્ય થઈ ગઈ છે. આજે દુનિયાના મોટાભાગના પુરુષો આ બીમારીથી પિડાય છે. ઓઆરજી આઈએમએસ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે કે ભારતમાં 60 ટકા પુરુષો શીઘ્ર પતનની ફરિયાદ કરે છે. જ્યારે 40 ટકા પરિણીત યુગલોએ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. દુનિયાભરના મોટાભાગના પુરુષોનું 2 મિનીટની અંદર જ સ્લખન થઈ જાય છે.

પુરુષોને આ સમસ્યાથી છૂટકારો અપાવવા માટે ડાપોઝેટાઈન નામની દવા વરદાન બનીને આવી છે. આ દવાનો ઉપયોગ ચરમસીમા પર પહોંચવાની બાધાને દૂર કરવા માટે કરાય છે.

અમેરિકામાં લોકો 2008થી આનો ઉપયોગ કરી રહ્યા છે. પણ ભારતમાં પૂણેની એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ નામની કંપનીએ ડાપોઝેટાઈનને એસએસઆરઆઈ (શોર્ટ એક્ટિંગ સેરોટોનિન રિયૂપ્ટેક ઈનહેબિટેટર) દવાનાં નામની બજારમાં ઉતારી છે.

સેરોટોનિન વિશે વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ એક ન્યૂરોટ્રાન્સમીટર છે જે સ્લખનને નિયંત્રિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. શરીરમાં સેરોટોનિનની માત્રા ઓછી થવા પર સ્લખન પર નિયંત્રણ મુશ્કેલ થઈ જાય છે. પહેલા આનો ઉપયોગ ડિપ્રેશનથી પિડિત લોકો માટે કરવામાં આવતો હતો પણ હવે સેક્સ સંબંધી સમસ્યાઓ માટે પણ કરવામાં આવે છે.

આમ તો શીઘ્ર સ્લખનના ઘણા કારણો હોય છે જેમ કે તણાવ, ચિંતા, અપરાધબોધ, અનુભવહીનતાની સાથે સાથે અસામાન્ય હોર્મોન સ્તર, પ્રોસ્ટેટ ગ્લેન્ડ અથવા મૂત્રમાર્ગમાં સંક્રમણ. આ સમસ્યા મોટાભાગે 31-45 વર્ષની ઉંમરે જોવા મળે છે.

Related Articles:

લાંબુ આયુષ્ય જોઈએ તો સેક્સ લાઈફ સુધારો
સ્ત્રીઓની સેક્સ વિશેની ટોપ 3 કલ્પના
અસુરક્ષિત સેક્સ માણવામાં આગળ છે યુવતીઓ
સેક્સ કરવાનો પણ કંટાળો આવે ખરો?
સેક્સ કરો અથવા 30 મિનીટ ચાલો
પુરુષોને સેક્સ ટિપ્સ આપતી ખાસ વેબસાઈટ
સેક્સ કરવાથી બ્રેકઅપ બચી શકે?
જો સેક્સ ડ્રાઈવ હોય હાઈ તો બની શકો પરફેક્ટ ગર્લફ્રેન્ડ
રાત્રે સેક્સ સિવાય કરવા જેવી રોમાંચક પ્રવૃતિઓ