તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાત્રે સેક્સ સિવાય કરવા જેવી રોમાંચક પ્રવૃતિઓ

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાત એ એવો સમય છે જ્યારે દિવસ ભરના થાક પછી તમે તમારા સાથીદારના આલિંગનમાં 8 કલાક આરામથી સૂઈ રહેવાના છો. તમારો થાક અને તાણ તમારા સાથીના એક હળવા સ્પર્શ સાથે જ ગાયબ થઈ જાય છે. પણ જરૂરી નથી દરરોજ રાત્રે સેક્સ માણવાથી જ તમારુ લગ્નજીવન અને સેક્સલાઈફ સુખી રહી શકે, તમે સાથે ગાળેલો સમય સારો હોવો જોઈએ પછી ભલે તે સમય દરમિયાન તમે ગમે તે કરો. માટે આ પળોને ખાસ બનાવો અને તમારી રાત્રીમાં વધુ મજા ભેળવો. નીચે કેટલીક રોમેન્ટિક પ્રવૃતિઓ આપી છે, ગુડનાઈટ કહેતા પહેલા આ કરવાથી તમે તમારા દિવસનો અંત ખૂબ જ મજેદાર બનાવી શકશો. • રાત્રે જમ્યા બાદ નજીકના ગાર્ડનમાં ચક્કર મારી આવો. ઠંડી હવાથી તમે તાજગીનો અહેસાસ કરશો. તમારા સાથીના હાથમાં હાથ પરોવીને ધીમે ધીમે ચાલવાની મજા જ કંઈ અલગ હોય છે. • સંગીત એ થાક દૂર કરવાનો ચોક્કસ રસ્તો છે. એકબીજાને ગુડનાઈટ કિસ કરતા પહેલા કંઈક હળવું મેલોડીયસ સંગીત સાંભળો અને તમારા મનને શાંતિથી વિહરવા દો. • જો તમે બન્ને કલાપ્રેમી હોવ તો સાથે મળીને કોઈ સારુ પુસ્તક વાંચો અથવા કોઈ ક્લાસિકલ ફિલ્મ જુઓ. • તમે બન્ને સાથે એક જ બાથટબમાં નહાઓ અને એના શરીર પર એક હળવું મસાજ કરો. • જો વાતાવરણ અનુકૂળ હોય તો, ઘરની છત પર જાઓ અને એક ચાદરમાં તમારા સાથીને વળગીને સૂતા સૂતા આકાશમાં તમારા પ્રેમની કલ્પનાના ચિત્રો દોરો.