તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફુલગુલાબી ઠંડીમાં આ 7 વસ્તુઓ ખાઓ,બીમારી ગળે નહીં વળગે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળામાં તમને તમારી રજાઈમાંથી બહાર નીકળવાનુ પણ મન નહીં થાય. ગરમા ગરમ ચા કે કોફી પીવાનુ મન થયા કરશે. શિયાળાની આ જ તો મજા છે.

પણ ધ્યાન રાખો શિયાળામાં શરદી ઉધરસ પણ સરળતાથી લાગી શકે છે. તો શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે ખાઓ આ 7 વસ્તુઓ.


1.શક્કરિયા-આ ઘણા પોષકતત્વો ધરાવતા કંદમૂળ છે. તેમાં ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ રહેલા હોય છે. તેમાં વિટામીન એ અને સી અને મેગ્નેશિયમ અને કોપર જેવા ખનીજ પણ રહેલા હોય છે. તમે શક્કરિયાની જેમ બટાટા પણ ખાઈ શકો છો. તેમાં પણ વિટામીન એ, કાર્બ અને ફાઈબર રહેલા છે.2. પાલક-લીલા શાકભાજી આમ પણ શિયાળામાં વધુ ફાયદાકારક હોય છે કારણ કે તેમાં એન્ટિઓક્સિડન્ટ રહેલા હોય છે. તે સાથે તેમાં આર્યન અને કેલ્શિયમ પણ રહેલા હોય છે.3. રાઈના દાણા-રાઈ તમારા શરીરને ગરમ રાખે છે. તેનાથી પાચનક્રિયાને મદદ મળે છે. તેમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ, આર્યન, મેન્ગેનિઝ અને કોપર રહેલા હોય છે.4. મગફળી-મગફળીમાં એન્ટિઓક્સિડન્ટ રહેલા હોય છે. આનાથી આપણા શરીર તંત્રને ગરમી મળે છે. તેમાં વિટામીન ઈ અને બી3 રહેલા હોય છે.5. બાજરી-જવાર-બાજરી અને જવાર શિયાળા દરમિયાન ઘણા ઉપયોગી ખોરાક છે. બાજરી અને જુવાર કેલ્શિયમનુ શોષણ કરીને સ્નાયુઓના કોશોને ઘડે છે.6. ઓઈલી ફિશ- ફિશમાં વિટામીન ડી મળી રહે છે. એ સિવાય તેમાં ઓમેગા 3 ફેટ હોય છે જે તમારા મૂડને વારેઘડીએ બદલતો અટકાવે છે.7. દાડમ-દાડમમાં સારા પ્રમાણમાં પોલિફિનોલ્સ હોય છે જે પાવરફૂલ એન્ટિઓક્સિડન્ટ છે. તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ રહેલા છે.આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો