તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હમણાં અમદાવાદનાં છાપામાં એક જ દિવસમાં બે સમાચાર અવનવી સજા વિશેના ચમક્યા હતાં. એક સ્કુલમાં વિદ્યાર્થીને સજા તરીકે ફૂલ-ઝાડને પાણી પીવડાવવાની સજા કરી હતી તો એક સરકારી કચેરીમાં કામમાં ભૂલ થાય તો એ કર્મચારીએ બીજા કર્મચારીઓને ૧૦૦ રૂપિયાની પાણીપુરી ખવડાવવાની સજા કરી હતી. પણ જો આવી સજાઓનો સીલસીલો ચાલુ રહે તો ભવિષ્યમાં જુદાજુદા લોકોને કેવી અવનવી સજા કરી શકાય તે જુઓ.
રીક્ષા ડ્રાઈવર : એના બે પગ પેલા ગધેડાની જેમ બાંધી દેવાના, એટલે એ સાઈડ બતાવવા માટે પગ રિક્ષાની બહાર ન કાઢી શકે.
પાણીપુરી વાળો : એને પગથી કચડીને બાંધેલા લોટની સો પાણીપુરી ખાવી પડે. એમાં પાણીપુરીનું પાણી પાછું પેલા પૂણે વાળા ભૈયાજી છાપ લોટામાં (જેમાં એ પેશાબ કરતાં પકડાયો હતો) કાઢી અને પછી પુરીમાં ભરવું. આટલું જ નહિ જો પાણીપુરી વાળો વધારે દોષમાં આવે તો એને એક અઠવાડિયા સુધી મહિલાઓને પાણીપુરી આપવા પર પ્રતિબંધ પણ મૂકી શકાય.
રેડિયો જોકી : એને બીજા વધારે બોરિંગ આરજે નો શો ફરજીયાત સાંભળવાની સજા કરી કરાય.
બુટ-ચંપલનો સેલ્સમેન : એને એક અઠવાડિયા સુધી ચંપલ વાળીને બતાવવા અને ચંપલ ઉછળીને ગોળ ફેરવવા માટે મનાઈ કરાય.
કડીયો : એને એક અઠવાડિયા સુધી ખીચડી કે શીરો લેલાથી મ્હોમાં મારીને ખાવાની સજા કરાય. ભફ્ફ્ફ્ફ !
કવિ : સવારના કોયલનો ટહુકો ન સાંભળે ત્યાં સુધી પ્રાત: ક્રિયા કરવી નહિ, અને ક્રિયા કર્યા પછી ફક્ત ઝાકળથી જ પૃષ્ઠ પ્રક્ષાલન કરવું.
પુજારી : પહેલા એને જુલાબ આપવાનો. અને જુલાબની અસર શરુ થાય એટલે શંખ વગાડવાની સજા કરવાની.
ટ્રાફિક પોલીસ : એને લગ્નનાં ભોજન સમારંભમાં કાઉન્ટર પરના ટ્રાફિક નિયંત્રણમાં લગાડી દેવાનો.
સરકારી ક્લાર્ક : એને કુંભમેળામાં સુલભ શૌચાલયનાં કાઉન્ટર પર રૂપિયો ઉઘરાવવા માટે બેસાડી દેવો.
અને અમુક મહારથીઓને સજા ...
મલ્લિકા શેરાવત: એક વર્ષ બુરખો પહેરી ને ફરવાની સજા!
રાખી સાવંત: એક વર્ષ બુરખો પહેરી ને ફરવાની સજા ઉપરાંત મૌન પણ રહેવાનું! એટલે બુરખામાં કોણ છે એ ખબર પણ ન પડે!
બાબા રામદેવ: પાકિસ્તાની લશ્કરને ભાગવાની ટ્રેનિગ આપવા માટે મોકલવા!
દિગ્વિજય સિંહ : એક મહિનો ચુપ રહેવું અને કોઈની ચમચાગીરી ન કરવી.
શશી થરૂર : ટ્વીટર પર પ્રતિબંધ.
દેવ આનંદ : નવી ફિલ્મમાં વહીદા રહેમાન કે આશા પારેખ જેવી જૂની હિરોઈન સામે ચમકવાનું
જયલલિતા : એકના એક ચંપલ એક મહિના સુધી પહેરવા.
મમતા બેનરજી : જયલલિતાના વોર્ડરોબમાંથી એક મહિના સુધી રોજ નવી જોડી કપડા અને પગરખા પહેરવા.
કપિલ સિબ્બલ : બાબા રામદેવની લંગોટી ધોવી. પછી ઈસ્ત્રી પણ કરવાની !
સોનિયા ગાંધી: લાલ કીલ્લા પરથી માખનલાલ ચતુર્વેદીની 'પુષ્પ કી અભિલાષા...' કવિતા ગાવાની સજા!લાલુ પ્રસાદ યાદવ: પ્રેસમાં છવાઈ જવા માટે જે કરતા હતા તે બધું જ - ભેંસ પર બેસવાનું, વાળ કાપવાના, ભેસ દોહવાનું કામ - રોજ કરવાનું!
મનમોહન સિંહ : બધા નિર્ણયો જાતે જ કરવા. ઘરમાં શાક કયું બનાવવું એ પણ એમણે જ કહેવાનું.
નમો :‘સાડા પાંચ કરોડ’ બોલવા પર પ્રતિબંધ
અને છેલ્લે
રાહુલ ગાંધી : કેટરિના સાથે ઘડિયા લગ્ન કરી લેવા.
ના બોસ, આ સજા તો ન કરાય આમાં તો ગાંધી કુટુંબને જ ફાયદો થાય. હાસ્તો વળી, હિન્દીના એક જ ટીચર રાખવા પડે એટલે જથ્થાબંધના ભાવમાં કામ થાય ને !
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.