આ ત્રણ વસ્તુઓ વગર છોકરીઓ જીવી નથી શકતી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીવનમાં ત્રણ વસ્તુઓ ! અધીર અમદાવાદીઆ ત્રણ તમારી ક્યારે વિકેટ પાડી દે એ કહેવાય નહિ
ગાય, ગર્લ્સ અને ગુગલીઆ ત્રણની અમદાવાદમાં લોકો રાહ જોતા નથી
સિગ્નલ ગ્રીન થવાની, ફ્લાયઓવરના ઉદઘાટનની અને બિલ્ડીંગ યુઝ પરમીશનની.આ ત્રણની છોકરી સામે કદી જોવું નહિ
પ્લાસ્ટિક સર્જન, બ્યુટીશિયન અને પહેલવાનઆ ત્રણ વેકેશનમાં ફરવા જાવ તો ખાસ સાથે રાખવા
રોકડા રૂપિયા, ડેબિટ કાર્ડ, અને ક્રેડીટ કાર્ડઆ ત્રણ વસ્તુઓ વગર છોકરીઓ જીવી નથી શકતી
હવા, પાણી અને મોબાઈલઆ ત્રણ વસ્તુ જલ્દી તુટતી નથી
બાળપણની દોસ્તી, અનબ્રેકેબલ વસ્તુ અને ઠંડી પંજાબી રોટલીઆ ત્રણથી જીવનમાં કદી ના ડરવું
બોખા કૂતરા, બહેરી પત્ની અને બિમાર બોસઆ ત્રણ ગયેલી પાછી નથી આવતી
આબરુ, ઉછીના રૂપિયા અને સેન્ડ કરેલો એસ.એમ.એસ.આ ત્રણથી અમદાવાદમાં બચીને રહવું
ગાય, કુતરા અને નકલી પોલીસઆ ત્રણ જીવનમાં સફળ થવા માટે જરૂરી છે
પત્નીના વખાણ, નેતાની ઓળખાણ અને ધનાઢ્ય સસરાનાં વારસામાં લખાણઆ ત્રણથી અમદાવાદમાં બચીને રહવું
ગાય, કુતરા અને નકલી પોલીસ
આ ત્રણ છોકરીઓને ગમે છે
બટર ફ્લાઈઝ, બાઈક્સ, અને બોય્ઝ
આ ત્રણથી અમદાવાદના ટ્રાફિકમાં બચજો
બુકાનીધારી છોકરીઓ, સ્કુટીધારી આંટીઓ અને વાહનચાલક મહિલાઓઆ ત્રણ દૂરથી ચળકે છે
ધ્રુવનો તારો, ફુવારો અને કુંવારોઆ ત્રણ કોઈના રોકે રોકાતા નથી
સમય, ગ્રાહક અને કુદરતી હાજતઆ ત્રણને જીવનમાં ખુશ રાખવા
બોસ, બૈરી અને બાજુવાળીઆ ત્રણ પાછળ પડે તો જીવ બચાવી ભાગવું
ભુરાયો સાંઢ, ડાઘિયો કૂતરો અને દાઢીવાળો કવિઆ ત્રણ અમદાવાદની સડકો પર ખુબ જોવા મળે
ધૂળ, ધુમાડા ને ભુવાઆ ત્રણનું સુખી થવા માટે સદા સન્માન કરો
માતા પિતા અને નેતાઆ ત્રણને કદી ભૂલશો નહિ
દેવું, ફરજ અને પત્નીની બર્થ ડે !આ ત્રણનો ટ્રાયલ લેવો સારો
કાર, વિગ ને ચોકઠુંઆ ત્રણથી હમેશા બચીને રહેવું
ખોટી સંગત, સ્વાર્થ અને ઇન્સ્યોરન્સ એજન્ટઆ ત્રણ જલ્દી ભડકી ઉઠે છે
ગાય, પેટ્રોલ ને પત્નીઆ ત્રણ કદી એક સાથે ન આવે
છીંક, ઉધરસ અને બગાસું