ભારતમાં જ નહીં વિદેશમાં પણ ભરાય છે રવિવારી બજાર, તસવીરો

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીડાન્સ્કના બજારમાંથી ખરીદી કરવા પોલેન્ડના લોકોની જામે છે
ભીડ ભારતના હેર ઓઈલ તથા અગરબત્તીના પણ લાગે છે સ્ટોલ
ક્રોકારીથી લઇ તમામ પ્રકારની વસ્તુઓ વેચાઈ છે


ગુજરાત સહીત આખા દેશમાં ભરાતા રવિવારી, ગુજરી બજાર કે શુક્રવારી બજારો દેશના અર્થતંત્રને ધબકતું રાખે છે. પરંતુ વિકાસશીલ યુરોપના દેશોમાં પણ આવા બજારોનો ભારે ક્રેઝ જોવા મળે છે. પોલેન્ડના બાલ્ટિક સમુદ્રના કિનારે આવેલું જીડાન્સ્ક તેની ગલીઓમાં ભરતા બજાર માટે જાણીતું છે. અહીની ગલીઓમાં ભરતા બજારમાં ક્રોકરીથી માંડી તમામ પ્રકારની વસ્તુઓ મળી રહે છે. પરંતુ બજારનું મુખ્ય આકર્ષણ છે તેમાં વેચાતી એન્ટીક વસ્તુઓ, અહી તમને જુના જમાનાના ઘડિયાળ, ફોનોગ્રામ જેવી અનેક વસ્તુઓ જોવા મળે છે.

પોલેન્ડના લોકો પણ આના માટે બજાર શબ્દનો ઉપયોગ કરે છે. આ બજારની મુલાકાત લેતા તેમાં પોલેન્ડની મહિલાઓમાં ભારતીય સૌદર્ય પ્રસાધનોનો ભારે ક્રેઝ હોવાનું જાણવા મળ્યું હતું. ભારતીય બ્રાન્ડના હેર ઓઈલ અને અગરબત્તીના સ્ટોલ પણ બજારમાં લાગેલા હતા. વિદેશમાં ભરાતા બજારની તસ્વીરો અત્રે પ્રસ્તુત છે.

તસ્વીરો : કલ્પેશ ગુર્જર, જીડાન્સ્ક , પોલેન્ડ