દુનિયાની બીજી અને એશિયાની સૌથી મોટી આઇટી ફેર કમ્પ્યૂટેક્સ એક્સપો તાઇપે માં મંગળવારથી શરૂ થઇ ગયો છે. તે 9ની જૂન સુધી ચાલશે.
દુનિયાભરની કંપનીઓ તેમાં પોતાની પ્રોડ્ક્ટસ રજૂ કરી રહ્યું છે. પહેલાં દિવસે વિંડોજ-8નું ટેબલેટ આકર્ષણનું કેન્દ્ર રહ્યું.
ફેયરમાં સૌથી વધુ કંપનીઓ ચીનની છે. 5400 બૂથમાંથી 617 બૂથ ચીનની કંપનીઓના છે.
કંપનીઓને આ આયોજનમાં 28 અબજ ડોલરના ઓર્ડર મળવાની ધારણા છે. જ્યારે 36000 વિદેશી ખરીદાર આવશે આ ફેરમાં.
વિંડોજ મોનીટર : ટીવી પર તસવીર 360 ડિગ્રી ફેરવો
વ્યૂ સોનિક નામનું આ મોનીટર વિંડોઝનું પહેલું મલ્ટી ટચ સ્ક્રીન મોનીટર છે. - 22 ઇંચની સ્ક્રીન. 2 વોટનું સ્પીકર
- તસવીર 360 ડિગ્રી ઘુમાવી શકાય છે
- ગેમે થ્રીડીમાં રમી શકાય છે
- 2 યૂએસબી પોર્ટની સુવિધા
- મૂવી અને ગેમ માટે એચડી રિઝોલ્યુશન
અજટેક : દર સેકન્ડ બતાવશે કેટલા પૈસાની વીજળી ખર્ચ
તેમાં સામાન્ય ગ્રાહકો ઘરમાં રોજ થનાર ઉર્જા વપરાશ પર સીધી નજર રાખી શકે છે
- દર કલાકે કેટલા પાસૈની વીજળીનો ઉપયોગ થયો, તેના લેખાજોખા સ્ક્રીન પર હશે
- નક્કી કરેલ મર્યાદા કરતાં વધુ થશે તો એલાર્મ સાવધાન કરશે
- અંગ્રેજી, ફ્રેંચ અને સ્પેનિશ ભાષામાં સંદેશ
- દર 30 સેકન્ડમાં અપડેટ થશે
જેવિયો કેમેરા : રાત્રિના સમયમાં 10 મીટર દૂરની તસવીર લેશે
તાઇવાનની કંપનીએ તેને તૈયાર કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થશે. કંપનીએ અત્યારે કિંમત નક્કી કરી નથી.
- ફોટો ખેંચવાની સ્પીડ 30ફ્રેમ પ્રતિ સેકન્ડ
- આ કેમેરા ફોટો અને વીડિયો એક સાથે કેપ્ચર કરી શકે છે
- રાત-દિવસની રોશનીને એડજસ્ટ કરનાર ફિલ્ટર હાજર
- રાતમાં 10 મીટર દૂરનો ફોટો લઇ શકે છે
જીનીયસ રિંગ: રૂમમાં ક્યાંયથી પણ કરો વેબ બ્રાઉજીંગ
અમેરિકાની કંપનીએ તૈયાર કરેલ. અંગુઠાથી ઇંટરનેટ બ્રાઉજીંગ કરવામાં મદદરૂપ
- પ્રેજંટેશન વખતે પેજ બ્રાઉઝ કરવા માટે માઉસની જરૂર નથી.
- રૂમમાં દસ મી. દૂરથી કામ કરે છે.
-એમના માટે સારૂ કે જે બસ, ટ્રેન કે પ્લેનમાં ઇન્ટરનેટ સર્ફીંગ કરે છે.
- આની કિંમત 63 ડોલર છે.
એસરનું વિન્ડોસ ૮ નું પહેલું ટેબલેટ
એસર કંપનીનું ટેબલેટ રેંજમા પહેલું વિન્ડોસ ૮ ટેબલેટ લોન્ચ કર્યું. ઓક્ટોબર સુધી બજારમાં ઉપલબ્ધ થશે.
-ડબ્લ્યુ-૭૦૦ માં ૧૧.૬ ઇંચની એચડી સ્ક્રીન
- આમાં ૩.૦ વર્ઝન પોર્ટ પણ આપવામાં આવ્યો છે.
Related Articles:
જાણો 8-10 હજારના ટેબલેટની ખાસિયતો અને ખામી
ગુગલના આ ટેબલેટની કિંમત સાંભળી તમે રહી જશો હતપ્રભ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.