સેમસંગ લાવ્યું દુનિયાનું પ્રથમ ઓલેડ સ્ક્રીન ટીવી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જ દુનિયાની સૌથી મોટી મોબાઇલ વિક્રેતા કંપની બનેલી સેમસંગે ટેક્નોલોજીની વધુ એક ગિફ્ટ આપી દીધી છે. ઓલેડ ટીવીની. કંપની દુનિયાનું પહેલું ઓલેડ (ઓએલઇડી) સ્ક્રીનવાળા ટીવી લોન્ચ કરવા જઇ રહ્યા છે. દક્ષિણ કોરિયાની રાજધાની સિઓલમાં ગુરૂવારના રોજ 55 ઇંચનું આ ટીવીનું પ્રદર્શન કર્યું છે. તે આ વર્ષના બીજા ત્રિમાસિકમાં બજારમાં આવશે. જો કે અત્યારે ફક્ત વિકસિત અર્થતંત્રો યુરોપ અને અમેરિકામાં જ ઉતારાશે. ગયા વર્ષે કંપનીએ ટ્રાન્સપરન્ટ એલસીડી ટીવી લોન્ચ કર્યું હતું.

રિસર્ચ ફર્મ આઇએચએસ આઇ સપ્લાયના મતે અમેરિકામાં આ વર્ષે ફ્લેટ સ્ક્રીન ટીવી ના વેચાણમાં ઘટાડો આવ્યો છે, પરંતુ જે કંપનીઓએ આઇએન્ડ ફીચર્સ જોડ્યા છે તેનું વેચાણ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે નવા દોરમાં નવી જરૂરિયાત છે.

આ ટીવી ભારતમાં ક્યારે રજૂ કરાશે કંપનીએ તે અંગે કોઇ માહિતી આપી નથી.


Related Articles:
નોકિયા લોન્ચ કરી રહી છે ત્રણ સ્ક્રીનવાળો મોબાઇલ
સેમસંગ Galaxy S III : ઇન્ટરનેટ વગર ટ્રાન્સફર થશે ફાઇલ
ઉચકાયો પડદો, સેમસંગ ગેલેક્સી એસ-3ના ફોટા થયા લીક!
ફક્ત 1900 રૂપિયામાં સેમસંગ આપી રહ્યું છે આ ફોન
સેમસંગ ત્રીજી મે ના 'ત્રીજી પેઢી' માટે કરશે જોરદાર ધમાકો
નોકિયા લોન્ચ કરવા જઇ રહી છે આ જાદૂઇ મોબાઇલ!