સેમસંગ ભારતમાં સૌપ્રથમ આવો મોબાઇલ લોન્ચ કરી મચાવશે ધમાલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દુનિયાની સૌથી મોટી મોબાઇલ કંપની સેમસંગ મોબાઇલ બજારમાં પોતાની પકડ વધુ મજબૂત કરવામાં લાગી ગયું છે. તેના માટે કંપની સતત નવી ટેકનિકના મોબાઇલને બજારમાં લાવી રહ્યું છે. આ ક્રમમાં હવે સેમસંગ ટૂંક સમયમાં જ પોતાના 4જી હેન્ડસેટ સેમસંગ એસપીએચ-એલ300 બજારમાં લાવવાના છે.

4જી સપોર્ટિંગ આ મોબાઇલમાં ડ્યુઅલ કેમેરા, શ્રેષ્ઠ ઇન્ટરનલ સ્ટોરેજ, જબરદસ્ત રેમ, 5 મેગાપિક્સલ કેમેરા અને હાઇસ્પીડ પ્રોસેસર લાગેલા છે. સેમસંગના પોર્ટફોલિયોમાં આ પહેલો 4જી મોબાઇલ ફોન છે. એંડ્રોયડ 4.0.4 આઇસ્ક્રીમ સેન્ડવિચ ઓપરેટિંગ સિસ્ટમ વાળા આ સ્માર્ટફોનથી કંપનીને ઘણી આશાઓ છે. તેમાં લાગેલા ડ્યુએલ કોર પ્રોસેસરથી પોતાની સ્પીડમાં વધુ તેજી જોવા મળી છે.

4 ઇંચ સાઇઝવાળા આ કેન્ડી બાર ફોનમાં મલ્ટી ટચ સ્ક્રીન છે. ત્યારે તેમાં 1.5 ગીગાહર્ટ્ઝના સીપીયૂની સાથે સ્નેપડ્રેગન એસ4 ચિપસેટ પણ હાજર છે. ઇન્ટરનલ સ્ટોરેજના મામલામાં આ મોબાઇલ 1 જીબી રેમ અને 4 જીબી સ્ટોરેજની સાથે જબરદસ્ત છે. આ ફોનની સૌથી મોટી ખાસિયત તેનું 2જી, 3જી અને 4જી ત્રણ વર્ઝનમાં કામ કરવાનું છે.

કંપનીએ પોતાના આ 4જી મોબાઇલને બજારમાં ઉતારવા માટે હજુ કોઇ તારીખ નક્કી કરી નથી. સાથો સાથ એ કિંમત પણ નક્કી કરવાની હજુ બાકી છે.
Related Articles:

સેમસંગ લાવ્યું દુનિયાનું પ્રથમ ઓલેડ સ્ક્રીન ટીવી
નોકિયા લોન્ચ કરી રહી છે ત્રણ સ્ક્રીનવાળો મોબાઇલ
સેમસંગ Galaxy S III : ઇન્ટરનેટ વગર ટ્રાન્સફર થશે ફાઇલ
ઉચકાયો પડદો, સેમસંગ ગેલેક્સી એસ-3ના ફોટા થયા લીક!
ફક્ત 1900 રૂપિયામાં સેમસંગ આપી રહ્યું છે આ ફોન
સેમસંગ ત્રીજી મે ના 'ત્રીજી પેઢી' માટે કરશે જોરદાર ધમાકો