ફેસબુક પ્રાઇવસી પર કરો વોટિંગ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોશિયલ નેટર્વકીંગ સાઇટ ફેસબુક પોતાના એક અરબ યુઝર્સને પ્રાઇવસી પોલિસીમાં ફેરબદલ પર વોટ કરીને મંતવ્ય રજુ કરવાનો મોકો આપે છે.હાલમાં જ ફેસબુકે જાહેર કર્યું હતું કે એ પોતાના યુઝર્સ તરફથી મળેલી સૂચનાઓનો કેવી રીતે ઉપયોગ કરે છે.એના સિવાય ફેસબુકે ટાઇમલાઇન પ્રોફાઇલ પેટર્ન પણ ચાલુ કરી છે.જે પછીથી બધા યુઝર્સ માટે ફરજિયાત કરી દીધું હતું

વહેંચી શકાય છે જાણકારીફેસબુકે પોતાની નવી નીતિમાં ફેરબદલ પછી સાઇટની બહારથી પણ યુઝર્સની પ્રોફાઇલનું વિજ્ઞાપન આપવાની નિતીનો ખુલાસો કર્યો છે. કારણકે યુઝર્સ જેવી રૂચિ રાખવાવાળા અન્ય લોકો પણ ફેસબુક પ્રત્યે આકર્ષાય અને સાઇટ પર આવીને તમારી સાથે પણ મિત્રતા કરે.ચાલુ છે વોટીંગગોપનીયતા નીતિ પર વોટીંગની આ પ્રક્રીયા શનિવારથી શરૂ કરી દેવામાં આવી છે,જે એક સપ્તાહ સુધી ચાલુ રહેશે.આ બીજી વાર છે કે જ્યારે ફેસબુક પોતાની નીતિઓ પર યુઝર્સને વોટ કરવાનો ચાન્સ આપે છે.આ પહેલા 2009 માં આવી જ રીતે વોટીંગ કરાવામાં આવ્યું હતું.એ અલગ વાત છે કે ત્યારે ફેસબુક અત્યાર જેટલી મોટી કંપની ન હતું અને એના યુઝર્સની સંખ્યા પણ બહું જ ઓછી હતી.જોઇએ 30 ટકા વોટજો કે પ્રાઇવસી પોલિસીને બદલવા માટે ઓછામાં ઓછા બે કરોડ 70 લાખ (ત્રીસ ટકા) યુઝર્સે એના વિરોધમાં કે પક્ષમાં વોટ કરવો પડે.