રૂ.2000માં બુક કરાવો સેમસંગ ગેલેક્સી એસ-3 સ્માર્ટફોન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો તમે ભારતમાં રહો છો અને સેમસંગનો સ્માર્ટફોન ગેલેક્સી એસ-3 ખરીદવા માંગો છો, તો તમારા માટે ખુશખબરી છે. કંપનીએ પોતાના ગેલેક્સી એસ3 જીટી-આઇટી9300નું ભારતમાં પ્રી-બુકિંગ ચાલુ કરી દીધું છે. બસ 2000 રૂપિયા આપીને તમે આ સ્માર્ટફોનને પોતાના માટે બુક કરાવી શકો છો.દિલચસ્પ છે કે મહિનાથી પણ ઓછા સમય પહેલાં લોન્ચ થયેલા સેમસંગ ગેલેક્સી એસ3 માટે 90 લાખ લોકો પ્રી-બુકિંગ કરાવી ચૂક્યા છે. પ્રી-બુકિંગથી કંપનીને ગેલેક્સ એસ2ના વેચાણના જૂના રેકોર્ડ પણ તૂટવાની આશા છે. સેમસંગના હાલમાં ભારતમાં ખૂલેલા ઓનલાઇન ઇ-સ્ટોરમાં ફોનનું પ્રી-બુકિંગ કરાવી શકાય છે.ગેલેક્સ એસ3ને પ્રી-બુકિંગ કરાવનારાઓને કંપની એક સ્પેશ્યલ કૂપન આપી રહી છે. તેમાં એક ખાસ પ્રકારના કોડ આપ્યો છે, જે તમારા પ્રી-બુકિંગને કન્ફોર્મ કરે છે. એટલું જ નહીં સેમસંગ પ્રી-બુકિંગ કરાવનાર ગ્રાહકોને એક સરપ્રાઇઝ ગિફ્ટની સાથે જ 2000 રૂપિયાની છૂટ પણ આપી રહ્યું છે. ત્યારે કંપની આ મોબાઇલને લોન્ચ થતાં જ પ્રી-બુકિંગ કરાવનારા ગ્રાહકોને ઇમેલથી તેની માહિતી આપી દેશે.પ્રી-બુકિંગની આ કૂપન ફક્ત ગેલેક્સ એસ3ને માટે જ વેલિડ ગણાશે. સૂત્રોના મતે ભારતીય બજારમાં સેમસંગ ગેલેક્સી એસ3ની કિંમત 38000 થી 42500 રૂપિયાની વચ્ચે રહેવાની આશા છે.
Related Articles:
સેમસંગ ભારતમાં સૌપ્રથમ આવો મોબાઇલ લોન્ચ કરશે
સેમસંગ લાવ્યું દુનિયાનું પ્રથમ ઓલેડ સ્ક્રીન ટીવી
સેમસંગ Galaxy S III : ઇન્ટરનેટ વગર ટ્રાન્સફર થશે ફાઇલ
ઉચકાયો પડદો, સેમસંગ ગેલેક્સી એસ-3ના ફોટા થયા લીક!
ફક્ત 1900 રૂપિયામાં સેમસંગ આપી રહ્યું છે આ ફોન