આ છે તાજેતરમાં જ લોન્ચ કરાયેલા ગેજેટ્સ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કાર્બન કેટી-21 એક્સપ્રેસ

કાર્બને તાજેતરમાં જ પોતાનો ડ્યુઅલ સિમ મોબાઇલ લોન્ચ કર્યો છે. કાર્બન કેટી-21 એક્સપ્રેસ નામના આ ફોનમાં ટચ અને ટાઇપ બંને પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ છે. તેમાં 7.1 ઇંચની ટીએફટી સ્ક્રીન છે તેમજ 3.2 મેગાપિક્સલનો કેમેરા પણ છે. તેની મેમરી 16 જીબી છે. પાવર બેક અપ માટે 1000 એમએએચની લી-આયન બેટરી પણ ઉપલબ્ધ કરાવાઇ છે. તેમાં પીસી, બ્લુટૂથ, જીપીઆરએસ, વેપ સાથે કનેક્ટીવીટી આપવામાં આવી છે. આ મોબાઇલ પુશ મેલ સર્વિસને પણ સપોર્ટ કરે છે.

એલજીનો ક્યૂબ કેમેરા- કિંમત 22000 રૂપિયા

એલડબલ્યુ130ડબલ્યુ ક્યુબ કેમેરાની ખાસ વાત એ છે કે તે ઓછા પ્રકાશમાં પણ ઇનડોર અને આઉટડોર સર્વેલન્સની સુવિધા પુરી પાડે છે. આ એક એચડી કોમ્પેક્ટ નેટવર્ક કેમેરા છે, જેમાં 802.11 બી, જી અને એન જેવી વાઇફાઇ વિશેષતાઓ હાજર છે. આ કેમેરાને ઇન્સ્ટોલ કરવું સરળ છે. તેમાં બિલ્ટ ઇન પીઆઇઆર મોશન સેન્સર અને ઇલ્યુમિનેટેડ એલઇડી પણ આપવામાં આવી છે. રેકોર્ડિંગ માટે તેમાં માઇક્રો એસડી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી ટેબ- કિંમત રૂ 23,350 રૂપિયા

આ એક વાઇફાઇ ઇનેબલ્ડ ડિવાઇસ છે, જેમાં ડ્યુઅલ કોર પ્રોસેસર છે. આ જ કારણે તે ઘણી ઝડપે કામ કરે છે. આ ડિવાઇસ આઇસ્ક્રીમ સેન્ડવિચ પ્લેટફોર્મ પર કામ કરે છે. તેમાં 7 ઇંચની ડબલ્યુએસવીજીએ પીએલએસ ટીએફટી મલ્ટીટચ ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 600+1024 પિક્સલનું છે. ટેબ 2 ના ફ્રન્ટ પેનલમાં એક વીજીએ કેમેરા છે જેની મદદથી વીડિયો કોન્ફરન્સ કરી શકાય છે જ્યારે પિક્ચર ક્લિક કરવા અને 30 ફ્રેમ પ્રતિ સેકન્ડની સ્પીડ સાથે હાઇ ડેફિનેશનનું રેકોર્ડિંગ કરવા માટે 3 મેગા પિક્સલનો વધુ એક કેમેરા ઉપલબ્ધ છે.

એલજી ઓએલઇડી ટીવી

એલજીના આ લેટેસ્ટ ટેલિવીઝનમાં 4 કલર પિક્સલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. તેની મદદથી ટીવી એવા કલર પિક્ચર રજુ કરે છે જે આંખોને નુકસાન નથી પહોંચાડતા. આ અત્યાધુનિક ટીવીમાં કલર રિફાઇનર પણ લગાવવામાં આવ્યું છે. 55 ઇંચના વેરિઅન્ટમાં હાજર આ ટીવીને સૌથી સ્લીક માનવામાં આવે છે. ટીવીમાં 3ડી ટેકનિકની સાથે સ્માર્ટ ટીવી તેમજ અલ્ટ્રા ડેફિનેશન એલઇડી ટીવીની ક્ષમતાઓ પણ હાજર છે.

ફેસબુકનો કેમેરા

ફેસબુકે કેમેરા આઇઓએસ એપ લોન્ચ કર્યું છે. તેની મદદથી ફેસબુક મોબાઇલનો અનુભવ વધુ સારો બનશે. ફેસબુકના આ એપ્લિકેશનની મદદથી હવે લોકો એકવારમાં એક જ નહીં પણ ઘણા ફોટો જોઇ શકશે અને મિત્રો સાથે શેર પણ કરી શકશે.

તેની મદદથી પિક્ચર શેર કરતા પહેલા તેને કસ્ટમાઇઝ કરીને કેપ્શન પણ લખી શકાશે. આ એપ્લિકેશન આઇ ફોન માટે છે અને તેને એપ્સ સ્ટોરમાં મફતમાં ડાઉનલોડ કરી શકાય છે.

Related Articles:

મોબાઇલ બચાવશે તમારી મહામહેનતે કમાયેલી કમાણી
ચીનમાં મોબાઇલ યુઝરની સંખ્યા એક અબજને પાર
મફતમાં મોબાઇલ વહેંચી રહી છે આ કંપની
રૂ.95માં 1000નો ટોકટાઇમ આપી રહી છે આ મોબાઇલ કંપની
ટીવી રસિયાઓ માટે ખુશખબર, કલાકમાં 12 મિનિટ જ એડ્
LG આપી રહ્યું છે આ મોબાઇલ પર રૂ.12000નું ડિસ્કાઉન્ટ
LG ગણતરીના દિવસોમાં લોન્ચ કરશે ગુગલ ટીવી