લોન્ચ થયાનાં 8 કલાકમાં હેક થયો આઇફોન 5

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇફોન 5 બહુ મોટા ઉપાડે લોન્ચ થયો, પણ આ ઉત્સાહ ટૂંકા ગાળાનો સાબિત થયો. સાન ફ્રાન્સિસ્કોનાં એક હેકરે દાવો કર્યો છે કે આ ફોન લોન્ચ થયો તેનાં આઠ કલાકમાં જ તેણે તેને હેક કર્યો હતો. એપલની આઇઓએસ ઓપરેટિંગ સિસ્ટમ માટે સોફ્ટવેર તૈયાર કરતા ગ્રાન્ટ પોલે પોતનાં ટ્વિટર પેજ પર હેક કરેલા આઇફોન 5નાં ફોટોગ્રાફ મૂકેલા છે. એપલનાં આઇફોન અન્ય મોબાઇલ ડિવાઇસમાં એપલે મંજુરી આપેલા સોફ્ટવેર જ ઇનસ્ટોલ કરી શકાય છે. ગ્રાન્ટ પોલે પોતાનાં એપ સિડીયા પર ચાલતા આઇફોનનાં ફોટોગ્રાફ મૂક્યા છે, આ એપ ફક્ત હેક કરેલા ડિવાઇસ પર જ જોવા મળી શકે. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે અહીં આઇફોન 5 પર સિડીયાનું હોમપેજ છે. તેણે આઇઓએસ 5નાં જુદા જુદા વર્ઝનને હેક કરવા માટેની સૂચનાઓ jailbrea.kr પર ઓનલાઇન મૂકી છે. ડેઇલીમેલમાં આવેલા એક અહેવાલમાં ટેક્નોલોજી કોમ્યુનિટીએ સ્વીકાર્યું છે કે આ ફોટોગ્રાફ એ બાબતની સાબિતી પુરી પાડે છે કે આઇફોનને સફળતાપૂર્વક હેક કરવામાં આવ્યો છે. (ઇમેજઃ ટ્વિટર પર મૂકાયેલો સિડીયા એપ સાથે હેક કરાયેલો આઇફઓન 5)
Related Articles:
આઇફોન 5 માટે લોકોનું દેખીતું ગાંડપણ, લગાવી લાંબી લાઇનો
ભારતમાં આઇફોન-5 ઓનલાઇન ખરીદી શકો છો
આઇફોન 5 રિવ્યુઃ પરફેક્શનનો એક શ્રેષ્ઠ નમૂનો
HTCએ બે સ્માર્ટફોન લોન્ચ કરી એપલ, સેમસંગને ફેંક્યો પડકાર
સેમસંગે એપલના આઇફોન 5ને પોતાની જાહેરાતમાં પછાડ્યો?
આઇફોન 5નો રેકોર્ડ, 24 કલાકમાં 20 લાખ ફોનનું બુકિંગ
આઇફોન-5ની બેટરી હશે તેનું મુખ્ય નવું ફીચર!
એપલ, સેમસંગ અને અન્ય ગેઝેટ્સ કેમ એક જેવાં દેખાય છે?