બચ્ચનને જવાબ, શાહરૂખ બન્યો પ. બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મમતા બેનર્જીએ મુક્યો હતો પ્રસ્તાવ - શાહરૂખે પ્રસ્તાવ સ્વીકાર્યો હોવાનો પત્ર લખ્યો - શાહરૂખને અપાનારી રકમ ગુપ્ત રખાઇ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન પશ્ચિમ બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા માટે તૈયાર થઇ ગયો છે. તાજેતરમાં કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલના ઉદઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શાહરૂખ સમક્ષ આ પ્રસ્તાવ મુક્યો હતો. જે અંગે શાહરૂખે પ્રસન્નતા વ્યક્ત કરતાં સ્વીકૃતિનો સંકેત આપ્યો હતો. પ્રશંસકોમાં કિંગ ખાનના નામે જાણીતા બોલિવૂડ અભિનેતાનો પ્રસ્તાવ સ્વીકારતો પત્ર મળ્યાની જાણકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે જાહેરાત કરી. મમતાએ કહ્યું કે "શાહરૂખે રાજ્ય સરકારના પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. આ પ્રસન્નતાની વાત છે. હવે એ નક્કી કરવાનું બાકી છે કે શાહરૂખ બંગાળને સમગ્ર રૂપે પ્રમોટ કરશે કે પછી સાંસ્કૃતિક બ્રાન્ડ એમ્બેસેડર બનશે." બોલિવૂડ સ્ટાર શાહરૂખને આ માટે અપાનારી રકમ અને બીજા લાભોને સરકારે ગુપ્ત રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે.
Related Articles:
\'વેલેન્ટાઈન્સ ડે\'ને લઈને હું ખુબજ વહેમી છું: શાહરૂખ ખાન
શાહરૂખ-પ્રિયંકા નેપાળ જવાની યોજના બનાવી રહ્યાં છે?
રીતિકે કરી ગૌરી પર ટ્વિટ, રોષે ભરાયો શાહરૂખ ખાન!
આ સ્ટારે એ કરી બતાવ્યું, જે બિગ બી-શાહરૂખ પણ ન કરી શક્યા!
ઉત્તર પ્રદેશની ચૂંટણી, \'રાહુલ-માયા\'ની વચ્ચે ઘેરાયેલો શાહરૂખ?