‘વક્કા વક્કા’ ગર્લ શકિરાની નજર હવે બોલિવૂડ પર!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફરાહ ખાનની કોરિયોગ્રાફીમાં નાચી રહી છે શકીરા! જુઓ વીડિયો

બેલી ડાન્સ કરીને દુનિયા આખીને ડોલાવ્યા પછી હવે શકિરાએ બોલિવૂડ પર નજર ઠેરવી છે.

પ્રાપ્ત અહેવાલો પ્રમાણે, આ કોલમ્બિયન પોપ સ્ટાર બોલિવૂડની ફિલ્મમાં જોવા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે. શકિરા ‘ડિઝાયર’ નામની ફિલ્મમાં અભિનય કરે તેવી શક્યતા છે. ફિલ્મનું દિગ્દર્શન બાંગ્લાદેશી દિગ્દર્શક ઇનામુલ કરિમ નિર્ઝર કરશે. 81મા એકેડેમી એવોર્ડમાં બેસ્ટ ફોરેન ફિલ્મની કેટેગરીમાં આ દિગ્દર્શકની ફિલ્મ ‘આહા!’ને નોમીનેશન મળી ચૂક્યું છે.

‘ડિઝાયર’નાં ગીતો ગાવા માટે તથા અભિનય કરવા માટે હાલ શકિરા સાથે વાતચીત ચાલી રહી છે.

જોકે શકિરા માટે બોલિવૂડ અજાણ્યું નથી, અગાઉ 2006માં એમટીવી વીડિયો એવોર્ડમાં શકિરાએ તેના હિટ ગીત ‘હિપ્સ ડોન્ટ લાઇ’ પર બોલિવૂડનાં કેટલાંક સ્ટેપ્સ કર્યાં હતાં.

અહીં એ વીડિયો પ્રસ્તુત કરવામાં આવ્યો છે, જેમાં શકિરાએ ફરાહ ખાનની કોરિયોગ્રાફી હેઠળ દેસી ઠુમકાં લગાવ્યા હતા. વીડિયો સાભાર – યુટ્યૂબ અને એમટીવી.


Related Articles:

સેક્સી હસીનાનો વીડિયો જોઈ બોલી ઉઠશો ઉહ...લા...લા...
જ્યારે સીધી-સાદી જૂહી બની હતી હોટ! જુઓ વીડિયો
હંટર લઈને વિદ્યાએ બતાવી કામુદ અદા,ઉડ્યા હોશ,વીડિયો
મેડોનાને સ્ટેજ પર થયો કડવો અનુભવ, જુઓ વીડિયો
જાત પર કન્ટ્રોલ રાખી શકો, તો જ જોજો આ હોટેસ્ટ વીડિયો..!