'વેલેન્ટાઈન્સ ડે'ને લઈને હું ખુબજ વહેમી છું: શાહરૂખ ખાન

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાને હમણાં જ તેની કોલકતા નાઈટ રાઈડર્સના ગોલ્ડ અને બ્લેક કપડાના કલર પર અંધશ્રદ્ધા વ્યક્ત કરી હતી અને લોગો અને યુનિફોર્મનો કલર બદલાવ્યા હતા. કિંગખાને ઘોષણા કરી કે 'વેલેન્ટાઈન્સ ડે' વિશે પણ હું વહેમી છું. શાહરૂખે કહ્યું હતું કે KKRના કલરને લઈને બીજા વહેમી નહીં હોય પરંતું હું છું, 'હું વેલેન્ટાઈન્સ ડે વિશે પણ ઘણો વહેમી છું.' કોઈના દબાણ દ્વારા KKRના કલરનો નિર્ણય લીધો નથી તેવું બાદશાહે ખાતરીપૂર્વક કહ્યું હતું. પરંતુ જ્યારે તેમને પુછવામાં આવ્યું કે વેલેન્ટાઈન્સ ડેને લઈને તમને કઈ બાબત વહેમી બનાવે છે ત્યારે તેનો જવાબ આપવાનું શાહરરૂખ ખાને ટાળ્યું હતું. આશા રાખીએ છીએ કે ડાર્લિંગ વાઈફ ગૌરી ખાન પાસે આનો જવાબ હશે, તે પણ ગૌરી પર આધાર રાખે છે.