શાહરૂખ-પ્રિયંકા નેપાળ જવાની યોજના બનાવી રહ્યાં છે?

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેપાળનો ઉલ્લેખ થતાં જ પ્રિયંકાએ શા માટે વાત ઊડાવી દીધી? બર્લિન ફિલ્મ ફેસ્ટિવલની પ્રેસ કોન્ફરન્સમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. નેપાળના એક પત્રકારે પ્રિયંકાને પૂછી લીધું કે તેને જાણવા મળ્યું હતું કે શાહરૂખ અને પ્રિયંકા નેપાળ જવાની યોજના ઘડી રહ્યા છે. આ સાંભળીને પ્રિયંકા ચોંકી ઊઠી હતી, પરંતુ સ્માર્ટ પ્રિયંકાએ તરત જ જવાબ આપ્યો હતો કે તે બાળપણમાં નેપાળ ગઈ હતી, અને ત્યાં તેને ઘણી મજા આવી હતી. પ્રિયંકાએ આ રીતે વાત વાળી જરૂર લીધી હતી, પરંતુ આ સમાચારને તેણે રદિયો પણ નહોતો આપ્યો કે સમર્થન પણ નહોતું આપ્યું. નેપાળમાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે કિંગ ખાન કોઈ શો માટે પ્રિયંકા સાથે નેપાળની મુલાકાત લેશે. જોકે, હાલ ગૌરીનો મિજાજ જોતાં આવું શક્ય બને તેમ લાગતું નથી. કારણ કે, બર્લિનમાં ‘ડોન 2’નું આયોજન થયું છે, ત્યારે શાહરૂખ ત્યાં હાજર રહેશે કે નહીં તે અટકળે પણ જોર પકડ્યું હતું. શાહરૂખ આવ્યો તો હતો, પરંતુ તરત જ તેણે ત્યાંથી વિદાય લઈ લીધી હતી.
Related Articles:
આખરે પ્રિયંકા ચોપરાનું સપનું થયું સાકાર!
ફ્રેડા, પ્રિયંકા અને સન્નીએ મારી બાજી, બની 2012ની હોટ વુમન
પોતાની માસૂમ અદાઓથી છવાઈ પ્રિયંકા, જુઓ તસવીરો
પ્રિયંકા-કિંગ ખાનની ‘નિકટતા’થી બેબો બળીને ખાખ થઈ!
પાર્ટીમાં સૌની નજર અટકી ગઈ પ્રિયંકા પર, જુઓ તસવીરોમાં