શાહરૂખ હજી પણ ફરાહને માફ કરવા તૈયાર નહીં, કર્યો વાર!

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાહરૂખ અને ફરાહ ખાન વચ્ચેના સંબંધો સુધરે તેવી શક્યતા નહીં બોલિવૂડમાં શાહરૂખ માફ કરીને ભૂલી જતો હોય છે. જોકે, આ વખતે શાહરૂખના મનમાં ફરાહ ખાન પ્રત્યે કડવાશ રહી ગઈ હોય તેમ લાગે છે. નોંધનીય છે કે, સંજુબાબાની પાર્ટીમાં ફરાહના પતિ શીરિષ કુંદર અને શાહરૂખ વચ્ચે ઝઘડો થયો હતો અને શાહરૂખે શીરિષને તમાચો ચોડી દીધો હતો. જોકે, પછીથી બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. તાજેતરમાં જ એક ઈવેન્ટમાં શાહરૂખે ફરાહ ખાનની ડાન્સિંગ સ્કીલને લઈને કટાક્ષ કર્યો હતો. શાહરૂખ પોતાની ફિલ્મ 'ડોન 2'ના પ્રમોશનમાં હતો અને તેને અંતગર્ત એક ગ્રાન્ડ ફિનાલેમાં તે પર્ફોમ કરવાનો હતો. શાહરૂખ ગ્રાન્ડ ફિનાલેના સ્પર્ધકો સાથે ડાન્સ સ્ટેપ કરી રહ્યો હતો પરંતુ ટેકનિકલ સમસ્યાને કારણે ગીત વારંવાર અટકી જતું હતું. શાહરૂખ ખાન આને કારણે અપસેટ થઈ ગયો હતો અને તેણે ટિપ્પણી કરી હતી કે, પ્લેસ્ટેશન કો લગ રહા હૈં કી ફરાહ ઈસકે સામને ડાન્સ કર રી હૈં, ઈસલિયે યે બાર બાર પોઝ હો જા રહા હૈં. આ પહેલી વખત નથી કે, શાહરૂખે ઈવેન્ટમાં બીજા પર આ રીતની કમેન્ટ પાસ કરી હોય. હવે જોવાનું એ છે કે, ફરાહ ખાન આ આખી વાતને કઈ રીતે લે છે અને જવાબ આપે છે.
Related Articles:
બેટી ખાન પિતા શાહરૂખ માટે લખશે સ્ક્રિપ્ટ?
શાહરૂખ-પ્રિયંકા કિસ્સામાં કોનો સાથ આપશો?
બચ્ચનને જવાબ, શાહરૂખ બન્યો પ. બંગાળનો બ્રાન્ડ એમ્બેસેડર
\'વેલેન્ટાઈન્સ ડે\'ને લઈને હું ખુબજ વહેમી છું: શાહરૂખ ખાન
શાહરૂખ-પ્રિયંકા નેપાળ જવાની યોજના બનાવી રહ્યાં છે?
રીતિકે કરી ગૌરી પર ટ્વિટ, રોષે ભરાયો શાહરૂખ ખાન!
આ સ્ટારે એ કરી બતાવ્યું, જે બિગ બી-શાહરૂખ પણ ન કરી શક્યા!
ઉત્તર પ્રદેશની ચૂંટણી, \'રાહુલ-માયા\'ની વચ્ચે ઘેરાયેલો શાહરૂખ?
શાહરૂખ સાથેના સંબંધોને લઈને પ્રિયંકાએ ખોલ્યું મોં!