શાહરૂખ સાથેના સંબંધોને લઈને પ્રિયંકાએ ખોલ્યું મોં!

11 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પ્રિયંકાનું નામ અત્યાર સુધી અનેક અભિનેતાઓ સાથે જોડાઈ ચૂક્યું છેબોલિવૂડમાં જ્યારથી પ્રિયંકા ચોપરાએ પ્રવેશ કર્યો છે, ત્યારથી જ તેનું નામ અલગ અલગ અભિનેતા સાથે જોડવામાં આવ્યું છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી પ્રિયંકાનું નામ પરણિત શાહરૂખ સાથે જોડવામાં આવ્યું છે અને તેને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે. કદાચ પ્રિયંકા પહેલી જ વાર આ અંગે બોલી છે.પ્રિયંકાએ પોતાની કરિયરની શરૂઆત અક્ષય કુમાર સાથે ફિલ્મ 'અંદાજ'માં કામ કર્યું હતું. ત્યારબાદ તેની અને હરમન બાવેજા વચ્ચે સંબંધો હતા. આ સિવાય શાહિદ કપૂર સાથે પણ પ્રિયંકાના સંબંધો હોય તેમ મીડિયામાં ચર્ચાતુ હતું. આટલું જ નહીં રણબિર કપૂર સાથે તેનું અફેયર હોય તેમ પણ કેટલાંક લોકો માનતા હતા.પ્રિયંકાએ આ અંગે કહ્યું હતું કે, કેટલાંક લોકો હાલમાં તેનું નામ કોઈની સાથે જોડી રહ્યા છે પરંતુ લોકો જે-તે વ્યક્તિની લાગણી ક્યારેય સમજી શકતા નથી. લોકો શું લખે છે, તેની ક્યારેય પરવા કરી નથી. આ બધી વાતોને ક્યારેય મહત્વ આપવાની જરૂર નથી.
Related Articles:

ફ્રેડા, પ્રિયંકા અને સન્નીએ મારી બાજી, બની 2012ની હોટ વુમન
નૃત્યના રિહર્સલ દરમિયાન પ્રિયંકા ચોપરા ઘાયલ
પોતાની માસૂમ અદાઓથી છવાઈ પ્રિયંકા, જુઓ તસવીરો
પ્રિયંકા-કિંગ ખાનની ‘નિકટતા’થી બેબો બળીને ખાખ થઈ!
અડધી રાત્રે શાહરૂખને મળવા તેની ઓફિસ પહોંચી પ્રિયંકા!