નગ્નતા પર ચર્ચા: સોનમે કેટરીનાને કહી બેશર્મ, ને પૂનમ પાંડેએ કરી આવી કોમેન્ટ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોલિવુડમાં આ દિવસોમાં નગ્નતા પર ચર્ચા ચાલી રહી છે. આવી એક ચર્ચામાં અભિનેત્રી સોનમ કપૂરે તેમની સહ અભિનેત્રી કેટરીના કેફને બેશર્મ કહી દીધી છે. જ્યારે સોનમ કપૂરને કેટરીનાની જેમ સ્માર્ટ ફોટોશૂટ કરવા વિશે પૂછવામાં આવ્યું તો સોનમે જવાબ આપ્યો કે તેણી આવા પોઝ આપી નથી શકતી જે કેટરીના ઘણી બેશર્મી રીતે આપી દે છે. તેણીએ વધું કહ્યું કે, 'કેટરીનાને તો હું ફૂલ ભેટ કરવા માંગીશ. હું નથી જાણતી કે તેણી આવી રીતના કામ કેવી રીતે કરી શકે છે.' ત્યાં જ વિશ્વ કપ દરમ્યાન ટીમ ઈન્ડિયાની જીત પર નગ્ન થવાનું એલાન કરીને ચર્ચિત થયેલી પૂનમ પાંડેએ નગ્નતાને લઈને પોતાની રાય ઘણી સીધી રીતે રજૂ કરી. તેણીએ કહ્યું કે, 'હું માત્ર મારા ફેન્સ માટે કપડા ઉતારું છું. ભાસ્કરની મુંબઈ ઓફીસે પોતાના ફેન્સને વીડિયો ચેટ કરવા આવેલી પૂનમને જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યારે કપડા પહેરીશ તો તેણી કહેવું હતું કે, 'અત્યારે તો મારા ફેન્સને મારા કપડા ઉતારવા વધારે સારું લાગે છે. જ્યારે તેઓની ઈચ્છા હશે પુરા કપડામાં ત્યારે આવી જઈશ, જરૂર પડશે તો બુરખામાં પણ પોતાનો ફોટો પોસ્ટ કરી દઈશ.'