મહેંદી હસને ઉઠાવી હતી બોલિવુડની ગઝલ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-ઓછા જાણકાર લોકોએ બોલિવુડ પર લાગ્યો ગીત ઉઠાવવાનો આરોપ

બુધવારે કરાંચીમાં 'આગા ખાન હોસ્પિટલ'માં અંતિમ શ્વાસ લીધા હતા. મહેંદી હસને અનેક ભવ્ય ગઝલો ગાઈ હતી. જેમાંથી 1970ના દાયકામાં આવેલી ફિલ્મ 'ઝિન્નત'ના ગીત 'રફ્તા રફ્તા આપ મેરી હસ્તી કા સામાન હો ગયે...'નો પણ સમાવેશ થાય છે. જે ભારે લોકપ્રિય થઈ હતી. જ્યારે ક્યારેય મહેંદી હસન સાહેબ કોઈ કોન્સર્ટમાં જતા હતા ત્યારે તેમની સમક્ષ આ ગીતની ફરમાઈશ થતી હતી. સાંભળો મહેંદી હસનની ગઝલ.

વર્ષો પછી બોલિવુડમાં ફિલ્મ 'બાઝી' આવી હતી. જેનું સંગીત અનુ મલિકે આપ્યું હતું. તેમાં એક ગીત 'ધીરે ધીરે આપ મેરી જીંદગી કે મહેમાન....' હો ગયે આવ્યું હતું. જેને સાધના સરગમ અને ઉદિત નારાયણે ગાયું હતું. આ ગીતના બોલ સમીરે લખ્યા હતા. ત્યારે પાકિસ્તાની મીડિયામાં ભારે ટીકા થઈ હતી. આજે પણ ઓનલાઈન ડિસ્કશન ફોરમ અને બીજા માધ્યમોમાં એવું જણાવવામાં આવે છે કે, ભારતીય સંગીત જગત દ્વારા આ ગીત ઉઠાવવામાં આવ્યું હતું. આ ફિલ્મ 1990ના દાયકામાં આવી હોવાથી આમ લાગવું પણ સ્વાભાવિક છે. (ફિલ્મ બાઝીનું ગીત સાંભળવા કરો ક્લિક )

જો કે, બહુ થોડાને ખબર હશે કે, તસલીમ ફાઝલીએ લખેલી ગઝલના બોલની સમીરે ઉઠાંતરી કરી તેવો આરોપ લાગ્યો હતો. વાસ્તવમાં તસ્લીમ ફાઝલીએ પણ તે ગઝલના બોલ લખ્યા ન હતી. જો કે, એક દાયકા પહેલા બોલિવુડની એક 'હમ કહાં જા રહે હૈ' આવ્યું હતું., જેમાં મહેન્દ્ર કપુર અને આશા ભોંસલેએ અવાજ આપ્યો હતો. હવે તેને જોગાનુજોગ માનશો ? (બંને ગીતોનું મુળ ગીત સાંભળવા માટે કરો ક્લિક)

(તસવીર ફિલ્મ ઝિન્નત, સ્ત્રોત-યુટ્યુબ)

Related Articles:

મહેંદી હસનની ટોપ 10 ગઝલો : અવાજ નહીં વિસરાય 'ખુદા કે નુર' નો
મહેંદી હસને ઉઠાવી હતી બોલિવુડની ગઝલ
મહેંદી હસન: 'રફ્તા રફ્તા આપ મેરી જીંદગી કે અરમાન હો ગયે...'
મહેંદી હસનનું 'રફ્તા રફ્તા...' અને બોલિવુડનું 'ધીરે ધીરે આપ...'
ન કામ આવી દવા કે દુઆ, અલવિદા કરી ગયા મહેંદી હસન