ન કામ આવી દવા કે દુઆ, અલવિદા કરી ગયા મહેંદી હસન

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-રાજસ્થાનનું સંગીત છલકે છે તેમના સંગીતમાં -રાગ યમનને ઢાળ્યા ગઝલોમાં આત્મા, દર્દ, સપના અને રાગોના અહેસાનને જુબાન આપનારા મહેંદી હસનનું નિધન થયું છે. પાકિસ્તાનથી લઈને રાજસ્થાનમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મહેંદી હસન થોડા સમય પહેલા બિમાર હતા ત્યારે ઝૂંઝનૂ જિલ્લાના લૂણા ગામ ખાતે કોઈ પૂજા કરી રહ્યં હતું, તો કોઈ ઈબાદત. બધાની દુઆ હતી કે, મહેદી હસનની તબિયત સુધરી જાય. રાજસ્થાન સાથે મહેદી હસનનો સંબંધ માત્ર સંગીત પૂરતો ન હતો. શેખાવટીનું લૂણા ગામ તેમનું જન્મસ્થળ છે. આ એ જગ્યા છે, જ્યાં રાગોને ખૂબ જ સાદગીથી પરોવાનું પિતા અઝીમ ખાન અને કાકા કરીમ ખાન પાસેથી શીખ્યા હતા. ધ્રુપદ ગાયકીના ઉસ્તાદ અઝીમ ખાન તે સમયે મંડવાના નાનકડા રજવાડામાં કલાવંત હતા. મહેદી હસનની દસ પેઢીઓ કલાવંત રહી હતી. ભાગલાના એક વર્ષ પહેલા જ તેઓ પિતા સાથે પાકિસ્તાન જતા રહ્યાં હતા. રાજસ્થાની લોકધુન તેમની સંગીતના જાદુનું મુળ કારણ હતી. જ્યારે તેમણે 'કેસરિયા બાલમ....' ગાયું તો દુનિયાએ તેમના ગળાનો એ અવાજ સાંભળ્યો જે દાયકાઓથી હોઠ પર આવવા માટે તરસી રહ્યો હતો. અહમદ ફરાઝની ગઝલ 'રંજીશ હી સહી દીલ કો દુખાને કે લિયે આ....' તેમની દર્દનાક સ્મૃત્તિઓને અવાજ દે છે. આ ગઝલ મહેંદી હસનને મહેંદી હસન બનાવે છે. વર્ષ 1952માં 'રેડિયો પાકિસ્તાન' પરથી ઠુમરી ગાયક તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા મહેંદી હસનના ટૂંક સમયમાં લાખો ફેન બની જશે, તેની કોઈએ કલ્પના સુદ્ધાં કરી ન હતી. એક વખત મુકેશે કહ્યું હતું કે, ''તમે મને સાંભળો છો. પરંતુ હું મહેંદી હસનને સાંભળું છું.'' 84 વર્ષીય મહેંદી હસનની સારવાર કરાંચીના 'આગા ખાન હોસ્પિટલ'માં ચાલી રહી હતી. ત્યાં તેમને શ્વાસ લેવાની તકલીફ હતી. તેવી સ્થિતિમાં પણ તેઓ અડગ રહ્યાં હતા. તેમણે સાંભળનારાઓની ભાવનાઓને ખૂબ ઉછાળી હતી. રાગ યમન અને ધ્રુવપદને મહેંદી હસને ખૂબ જ સાદગીથી ગઝલમાં ઢાળ્યા હતા. જે સંગીત પ્રત્યેના તેમના સમર્પણનું ઉદાહરણ છે. તમારો મત સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.
Related Articles:
ગઝલ સમ્રાટ મહેંદી હસનનું પાકિસ્તાનમાં દુઃખદ નિધન
મહેંદી હસનને ભારતના વિઝા મળ્યા
જાણીતા ગઝલકાર મહેંદી હસનની તબિયત નાજુક