'અવાજના ભગવાન'નો સૂર થયો શાંત: લતા મંગેશકર

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ગીત ગાતા ઊભા થઈ ગયા હતા મહેંદી હસન -ક્યારે સાથે નથી ગાયું એકપણ ગાયન મુળ ભારતીય પણ પાકિસ્તાનમાં સ્થાયી થયેલા ગાયક મહેંદી હસનનું બુધવારે પાકિસ્તાનમાં નિધન થયું હતું. જેના કારણે પાકિસ્તાન અને ભારતનું સંગીત જગત પણ આઘાતમાં છે. ત્યારે ભારતની 'સ્વરકિન્નરી' લતા મંગેશકરે પણ ખેદ વ્યક્ત કર્યો છે. લતા મંગેશકરે પાકિસ્તાનની ચેનલ 'એક્સપ્રેસ'ને ઈન્ટર્વ્યુ આપ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ''હું તેમની તમામ ગઝલ સંગ્રહ લાવીને સાંભળતી હતી. મંગેશકર પરિવારના તમામ સભ્યો તેમના ફેન હતા.હું તેમને અવાજના ઈશ્વર માનતી હતી.'' ગાતા-ગાતા ઊભા થઈ ગયેલા મહેંદી હસન લતા મંગેશકરના કહેવા પ્રમાણે, '' એક વખત અમે કેનેડામાં હતા. ત્યારે હું કિંગસ્ટનમાં હતી. મને જાણ થઈ હતી કે, શો ઓટ્ટાવામાં છે. ત્યારે હું મારી બહેનોના સંતાનોને લઈને ત્યાં પહોંચી હતી. હું પહોંચી ત્યારે મહેંદી હસન ગીત ગાયન ગાઈ રહ્યાં હતા. ત્યારે તેઓ ગાતા ગાતા ઊભા થઈ ગયા હતા અને મને આદાબ કર્યા હતા. તેમણે મારી પ્રશંસા સ્ટેજ પરથી કરી હતી.'' આગામી પેઢીના ગાયકોને તેમના ગાયન સંભળાવવામાં આવે અને તાલિમ આપવામાં આવે તો તે સંગીતની સેવા બની રહેશે. તેના જવાથી સંગીતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. એક ડ્યુએટ એ પણ સાથે નહીં ! લતા મંગેશકર અને મહેંદી હસનની લગભગ પચાસ વર્ષની સંગીત કારકિર્દી દરમિયાન તેમે એક પણ ગીત સાથે ગાયું ન હતું. મહેંદી હસન બિમાર હતા ત્યારે તેમણે કેટલાક ગીત ગાયા હતા. જે લતા મંગેશકરને મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એક ગીત 'તેરા મિલના બહુત અચ્છા લગતા હૈ...' રેકોર્ડ કર્યું હતું.જે ડ્યુએટ સ્વરૂપે બહાર આવ્યું હતું. લતા મંગેશકરના કહેવા પ્રમાણે, ''મારી બદનસિબી રહી છે કે, હું તેમની સાથે સ્ટેજ પર આવી શકી ન હતી અને તેમની સાથે કોઈ ગીત ગાઈ શકી નહતી. હું તેમની ગઝલો લાવતી હતી અને સાંભળતી હતી.'' તમારો મત સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.
Related Articles:
બોલિવુડની ગઝલ \'રફ્તા રફ્તા...\' ઉઠાવી હતી મહેંદી હસને
મહેંદી હસનની 10 ગઝલો,અવાજ નહીં વિસરાય \'ખુદા કે નુર\'નો
પાકિસ્તાના ગઝલ ગાયક લિજેન્ડ મહેંદી હસનની ચિર વિદાય
મહેંદી હસનનું \'રફ્તા રફ્તા...\' અને બોલિવુડનું \'ધીરે ધીરે આપ...\'
મહેંદી હસન: \'રફ્તા રફ્તા આપ મેરી જીંદગી કે અરમાન હો ગયે...\'