ટીવી પરની સંસ્કારી વહૂ ગોપી એટલે કે જીયા માણેક બુધવારના રોજ હુક્કા બારમાં દરોડા દરમિયાન ઝડપાઈ ગઈ હતી.
બનાવની વિગત એવી છે કે, બુધવારે મોડી રાત્રે મુંબઈના વિર્લે પાર્લેના કોસ્મિક હુક્કા બારમાં દરોડો પાડ્યો હતો.પોલીસે 21 શખ્સોની ધરપકડ કરી છે. જેમાં હુક્કા બારના ચાર કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.
દરોડો દરમિયાન ટેલિ સિરિયલોની અભિનેત્રી જીયા માણેક પણ હુક્કો પીતા ઝડપાઈ હતી. તેણીનો વીડિયો લેવાની તપાસ કરી રહેલા મીડિયાના લોકોને તેણે ગાળો ભાંડી હતી અને મારવા પણ દોડી હતી. જીયા 'સાથિયા' નામની સીરિયલમાં ગોપી નામની સંસ્કારી વહુનું પાત્ર ભજવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પોલીસ દ્વારા બોલિવુડના અભિનેતા વિવેક ઓબેરોયને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હતા. અન્ય એક લોન્જમાં હુક્કા બાર પર ધૂમ્રપાન કરતી વખતે તા. 29મી માર્ચ 2012ના તેમની ધરપકડ કરવામાં આવી હતી.
Related Articles:
બદનામ થયેલી સંસ્કારી ગુજરાતી 'બહુ'ની થોડી અજાણી વાતો!
પાર્ટીમાં મદમસ્ત બની ગઈ હસીનાઓ, જુઓ તસવીરો
સચિનની પાર્ટીમાં સલમાને ઐશ્વર્યા સાથે કેવું વર્તન કર્યું!
પાર્ટીમાં ટેલિવૂડ સ્ટાર્સની મસ્તીએ મચાવી ધૂમ!
સચિનની સફળતાની શાનદાર પાર્ટીમાં સામેલ થયું બોલિવૂડ
સંજય ગુપ્તાની પાર્ટીમાં બોલિવૂડ સ્ટાર્સે જમાવ્યો રંગ
પાર્ટીમાં ટોચની અભિનેત્રી બની નશામાં ચકચૂર, ભૂલી ભાન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.