'ગોપી બહૂ'-મંત્રીના પુત્રના કારનામાઓનું સત્ય તસવીરોમાં

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અભિનેતા વિવેક ઓબેરોય અને મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી સુરેશ શેટ્ટીના પુત્ર ક્ષિતિજ બાદ હુક્કા બારમાં હવે નાના પડદાની લોકપ્રિય 'ગોપી' વહૂ પકડાઈ ગઈ છે. મુંબઈ પોલીસની સમાજસેવા શાખાએ 'ગોપી વહૂ' એટલે કે ટીવી સીરીયલ 'સાથ નિભાના સાથિયા'ની અભિનેત્રી જીયા માણેકને પકડી હોવાનો સ્વીકાર કર્યો છે.

મુંબઈ પોલીસે કહ્યું હતું કે, બુધવારની રાત્રે કોસ્મિક હુક્કા બારમાં છાપો માર્યો ત્યારે 21 લોકો મળ્યા હતા. જેમાં ટીવી સીરિયલની અભિનેત્રી જીયા માણેક પણ હતી. પોલીસે કહ્યું હતું કે, રેસ્ટોરન્ટ પણ છે અને જીયા પોતાના મિત્રો સાથે ડિનર માટે આવી હતી એટલે તેને દંડ ભર્યા વગર ઘરે જવા દીધી હતી.

જીયાએ કહ્યું હતું કે, તે ત્યાં હુક્કો પીવા ગઈ નહોતી. તે પોતાની માતા સાથે ગઈ હતી. છાપો પડ્યો ત્યારે પોલીસથી બચવા માટે તે બહાર ભાગી આવી હતી પરંતુ ત્યાં કેમેરામેન અને ફોટોગ્રાફર્સથી બચવા માટેનો તેણે પ્રયાસ કર્યો અને તેમાં તે મુસીબતમાં મુકાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, સોમવારે પણ પોલીસે બ્રાંદ્રા વિસ્તારમાં દરોડા પાડ્યો હતા અને પાંચ લોકો હુક્કા પીતા મળી આવ્યા હતા. જેમાં સ્વાસ્થ્ય મંત્રી સુરેશ શેટ્ટીનો પુત્ર ક્ષિતિજ શેટ્ટી પણ ઝડપાયો હતો.

Related Articles:
વીડિયોમાં જુઓ, કેમ લાખો યુવા જુએ છે અહીં આવવાનુ સ્વપ્ન
સિરિયલની સંસ્કારી 'ગોપી બહુ'એ વગોવ્યા ખોરડા, આપી ગાળો!
બદનામ થયેલી સંસ્કારી ગુજરાતી 'બહુ'ની થોડી અજાણી વાતો!
પાર્ટીમાં ટેલિવૂડ સ્ટાર્સની મસ્તીએ મચાવી ધૂમ!
સ્ટાર પરિવાર એવોર્ડમાં ઊમટી પડ્યું ટેલિવૂડ!જુઓ તસવીરો
પાર્ટીમાં ટેલિવૂડ સ્ટાર્સે માણી દારૂની મજા, જુઓ તસવીરો
અમદાવાદની સંજીદા શેખની મહેંદીમાં ટેલિવૂડ સ્ટાર્સનો ભપકો!