'મહેબૂબ કી મહેંદી',રિયાલિટી સ્ટાઇલમાં થઇ શાહી દુલ્હનની મહેંદી રસમ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડની પ્રખ્યાત કોપીરાઇટ કંપની ઇરોઝના સીઇઓ કિશોર લુલ્લાની પુત્રી ઋષિકાના એનઆરઆઇ સ્વનીત સાથે થઇ રહેલા લગ્નનો સમારોહ મહેંદીની રસમ સાથે શરૂ થયો હતો.

આ સમારોહમાં આવેલી અનેક હસ્તીઓનું રેડકાર્પેટ પર ચાલીને બહાર નીકળ્યા બાદ કુમકુમ તિલક કરીને અને ફુલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દરમિયાન ઉમ્મેદભવનના બેંન્ડ વાજા ગ્રુપે 'ઘુમર', 'પધારો મ્હારે દેશ' જેવી મારવાડી ધુનો વગાડીને આ મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આ સિતારાઓ ઉમ્મેદ ભવન તરફ રવાના થયા હતાં.


Related Articles:

'આયે પધારીયે',શાહી લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સની જામી મહેફીલ
શાહી લગ્નનોનો સાક્ષી રાજસ્થાનનો આ મહેલ
PHOTOS: મળો શાહી લગ્નની દુલ્હન અને દુલ્હાને
'નવવધૂ' કરિનાના આ શાહી મહેલમાં પગલાં પડશે